ચીનમાં 5.9ની તીવ્રતાનો ધરતીકંપ

સુધીર કુમાર

શુક્રવાર, 22 ઑગસ્ટ 2008 (21:35 IST)
દક્ષિણી ચીનમાં મ્યાનમાર સાથેની સરહદ નજીક 5.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે.

આજ વિસ્તારમાં જ એક દિવસ પહેલા પણ આંચકો આવ્યો હતો જેના કારણે હજારો લોકોએ ખુલ્લા મેદાનમાં રાત્રી ગાળી હતી. 12મી મેના દિવસે સીયુવાન પ્રાંતમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેમાં 70,000 લોકોના મોત થયા હતાં.

50 લાખ લોકો ઘર વગરના થયા હતાં. આ ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ ઉપર 7.9 જેટલી આંકવામાં આવી હતી. સયુક્ત રાષ્ટ્રે જણાવ્યું છે કે ભૂકંપગ્રસ્ત લોકોની મદદ કરવા જંગી સહાય મળી ચૂકી છે.

વેબદુનિયા પર વાંચો