ચીનની આ મહિલાની ગજબની નોકરી, હોટલમાં ફક્ત બેડ પર સૂવાના પૈસા મળે છે

શનિવાર, 22 ઑગસ્ટ 2015 (12:24 IST)
એક ઓનલાઈન કંપની કુનાર એ ચીની મહિલાને એવી નોકરી આપી છે જેના હેઠળ તેણે જુદી જુદી હોટલમાં જઈને બેડ પર સુવાનુ હોય છે. ઝુઆંગ જિંગ નામની આ મહિલા આ નોકરી કરે છે.  તેનુ કામ છે કે તે પારખે કે હોટલનો બેડ કેટલો આરામદાયક છે. આ ઉપરાંત હોટલમાં મળતી સુવિદ્યાઓ જેવા કે વોશરૂમ વગેરેની તપાસ પણ તેને કરવી પડે છે.  જિંગને હોટલ ટેસ્ટ સ્લીપરના નામથી પણ હવે લોકો ઓળખવા માંડ્યા છે. 
 
જિંગને નોકરી આપનારી કંપની તેને હોટલમાં મોડા સુધી સૂવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. સોશિયલ સાઈટ પર આ સમાચાર આવતા અનેક લોકોએ આવુ કામ કરવાની ઈચ્છા બતાવી છે. જો કે જિંગ માટે હોટલોમાં રાત વિતાવવાની જોબ સરળ નથી. કારણ કે દર મહિને તેને 5 હજાર શબ્દોમાં પોતાની રિપોર્ટ ફાઈલ કરવી પડશે.  જેથી હોટલોની સર્વિસ અને ફેસિલીટીને સારી બનાવી શકાય.  જિંગની ચૂંટણી લગભગ 7800 કેંડિડેટમાંથી કરવામાં આવી હતી. છેલ્લા 5 વર્ષમાં તે લગભગ 200 હોટલ્સમાં સૂઈ ચુકી છે. જિંગે કહ્યુ કે તેનુ કામ જુદા જુદા પ્રકારના લોકોને ધ્યાનમાં મુકીને હોટલ્સ પારખવાની છે. જેવી કે કોઈ હોટલ વધુ વયના લોકો માટે કેટલી સારી છે કે પછી કોઈ મહિલા માટે. હોટલમાં સમય વીતાવ્યા પછી જિંગ તેના વિશે ડિટેલ રિવ્યુ લખે છે.

વેબદુનિયા પર વાંચો