ચાંચીયાઓનો સામનો કરશે રોબોટ

વાર્તા

શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (11:18 IST)
રૂસે ચાંચીયાઓની હોડી પર પાણીનાં શક્તિશાળી માર કરીને તેમને ડુબાડવાની ક્ષમતા ધરાવતી એક રોબોટ પ્રણાલી વિકસાવી છે.

સરકારી સુત્રોનાં જણાવ્યા મુજબ સમુદ્રી ક્ષેત્રોમાં થનારા હુમલા સામે સુરક્ષા પ્રણાલીનું નિર્માણ કરવા કરેલિયા ક્ષેત્ર સ્થિત ઈએફઈઆર રોબોટેક્નિકા સેન્ટર તૈયાર કર્યું છે. જે રૂસ અને ફિનલેન્ડની સીમામાં આવેલું છે.

આ રોબોટનો ઉપયોગ પ્રથમ વાર પોર્ટ અને જહાજોમાં આગ બુઝાવવા માટે કરવામાં આવ્યો હતો. પણ આફ્રિકન હાર્ન ક્ષેત્રમાં એડનની ખાડી અને હિન્દ મહાસાગરમાં સમુદ્રી ચાંચીયાઓનો ખતરો વધતાં ડિઝાઈનરોએ તેને જહાજની રક્ષા કરવા માટે રૂપાંતરીત કરી દીધું હતું.

વેબદુનિયા પર વાંચો