ગૂગલ ચીનમાં બનેલું રહેશે : સીઈઓ

ભાષા

શુક્રવાર, 22 જાન્યુઆરી 2010 (12:46 IST)
ગૂગલના મુખ્ય કાર્યકારી એરિક શિમિત્જે કહ્યું છે કે, ઇંટરનેટ કંપની હજુ પણ ચીનમાં વેબ સર્ચ પરિણામોમી સેંસરિંગ કરી રહી છે પરંતુ આ નીતિમાં હવે ટૂક સમયમાં જ બદલાવ કરવામાં આવશે.

ગૂગલના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા બાદ એક સમ્મેલનમાં શિમિત્જે નાણા વિશ્લેષકોને જણાવ્યું કે, અમે ચીન સરકાર સાથે વાતચીત કરી રહ્યાં છીએ. ચીનમાં સાઈબર જાસૂસોના હુમલાનો શિકાર થયાં બાદ ઈંટરનેટ કંપનીએ ચીનમાં સેંસરિંગનો ખુલાસો કર્યો હતો. શિમિત્જે કહ્યું કે, આજની તારીખમાં ચીનમાં અમારા વેપારમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.

શિમિત્જે કહ્યું અમે કાયદાનું પાલન કરતા રહીશું. અમે સેંસર કરવામાં આવેલા પરિણામોને ઉપલબ્ધ કરવાનું જારી રાખીશું પરંતુ ટૂક સમયમાં જ અમે ત્યાં અમારી નીતિઓમાં અમુક પરિવર્તન કરવા જઈ રહ્યાં છીએ.

વેબદુનિયા પર વાંચો