ગાજા પર ઈઝરાઈલી હવાઈહુમલા 1નું મોત

ભાષા

મંગળવાર, 3 ફેબ્રુઆરી 2009 (09:29 IST)
ઈઝરાઈલી વિમાનો દ્વારા દક્ષિણ ગાજા શહેરમાં આજે કરાયેલા હુમલામાં એક ચાલતી કાર આવી ગઈ અને એક ફીલીસ્તીની ચરમપંથીનું મોત થયુ હતું. આ હુમલાના કારણે એક વાર ફરી હમાસ પ્રસાશન સાથે સંઘર્ષ વિરામ ખતરામાં પડતું દેખાઈ રહ્યુ છે.

ગાજામાં ત્રણ સપ્તાહમાં ઈઝરાઈલી હુમલામાં 1300 ફીલીસ્તીનીઓના મોત થયા છે. જેના બાદ હમાસ દ્વારા દીર્ઘકાલીન સંઘર્ષ વિરામ માટે ચરમપંથીઓ દ્વારા મિસમાં એક પ્રતિનિધિમંડળ મોકલવવાની સાથે જ આ હુમલો થયો હતો.

એક દિવસ પહેલા ઈઝરાઈલના પ્રધાનમંત્રીએ 18 જાન્યુઆરીની અનૌપચારીક સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતા જવાબમાં ચેતવણી આપી હતી. અને ત્યાર બાદ ઈઝરાઈલના હવાઈ હુમલા થયા હતાં.

વેબદુનિયા પર વાંચો