ગરીબો મોંઘવારીની ભીંસમાં : વિશ્વ બેંક

સોમવાર, 14 એપ્રિલ 2008 (11:08 IST)
વિશ્વ બેંકે કહ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ખાદ્ય પદાર્થોની કિંમતો બે ગણી થવાથી વિકાસશીલ દેશોમાં રહેતા લગભગ દસ કરોડ લોકો પર ગરીબીનો માર વધી રહ્યો છે અને આ સંકટથી જનતાને બહાર કાઢવા માટે સરકારોએ જરૂર પગલા ભરવા જોઈએ.

વિશ્વ બેંકનાં અધ્યક્ષ રોબર્ટ જોએલિકે ગઈકાલે વિશ્વ એકમની એક મહત્વપૂર્ણ બેઠકની સમાપ્તિ બાદ એક બયાનમાં કહ્યું હતું કે એક વિશ્લેષણ અનુસાર અમારૂ અનુમાન છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ખાદ્ય પદાર્થોનાં ભાવ બે ગણા થવાથી ઓછી આવકવાળા દેશોમાં લગભગ દસ કરોડ લોકો વધું ભારે ગરીબીમાં ફસાઈ શકે છે.

તેમણે કહ્યું હતું કે, આ માત્ર લાંબાગાળાની જરૂરીયાતો સંબંધી પ્રશ્ન નથી. તેનો સંબંધ એ સુનુશ્ચિત કરવાનો છે કે ભાવી પેઢીઓને પણ તેની કિંમત ચૂકવવી ન પડે. આવા દેશોની સરકારોને આ મુશ્કેલીઓનો સામનો કરવાનાં પગલા ભરવાનું આહ્વાન કરતાં તેમણે કહ્યું હતું કે, આપણે નાણાને તે સ્થાને રોકવાનાં છે જ્યાં આજે તેની જરૂર છે. જેથી આપણે ભોજનને ભૂખ્યા લોકોનાં મોઢા સુધી પહોંચાડી શકીએ.

વેબદુનિયા પર વાંચો