કિંગ ચાર્લ્સ મેડલ માટે કલામની પસંદગી

સુધિર પિમ્પલે

ગુરુવાર, 12 જુલાઈ 2007 (11:45 IST)
લંડન, ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે સરાહનીય યોગદાન માટે રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને બ્રીટનનાં પ્રતિષ્ઠિત કિંગ ચાર્લ્સ દ્વિતિય મેડલ માટે પસંદ કરવામાં આવ્યાં છે.

રોયલ સોસાયટી તરફથી મળનાર આ પુરસ્કારને મેળવનાર કલામ બીજા રાષ્ટ્રાધ્યક્ષ છે. આ પહેલા જાપાનના અકિહિતોને આ સન્માન મળેલું છે.

રોયલ સોસાયટીના અધક્ષ માર્ટિન રીસે જણાવ્યું કે રાષ્ટ્રપતિ કલામે એવા સમયે ભારતનું નેતૃત્વ કર્યું છે કે જ્યારે દેશમાં વિજ્ઞાન પ્રોદ્યોગીક ક્ષેત્રમાં દેશમાં રોકાણ ખુબ તેજીથી વધી રહ્યું છે.

રૂસે જણાવ્યું હતું કે ભારતને વિકાશશીલ દેશમાંથી વિકસિત દેશની શ્રેણીમાં લાવવા માટે તેઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ પોતે વૈજ્ઞાનિક હોવાને લીધે દેશની વૈજ્ઞાનિક પ્રગતિ માટે ઘણું બધું કર્યું છે.

તેઓને આ મેડલ અર્પણ કરવા માટે સમારોહ શુક્રવારે દિલ્લી કે લંડનમાં થવાનો હતો પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી ચન્દ્રશેખરનાં નિધનને કારણે કાર્યક્રમ સ્થગિત કરી દેવાયો છે.

કાર્યક્રમની નવી તારીખની ઘોષણા 19 જુલાઇએ થનાર રાષ્ટ્રપતિની ચુંટણીનાં બાદ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો