ઓસ્ટ્રેલિયામાં શંકાસ્પદ આંતકીઓની ધરપકડ

ભાષા

મંગળવાર, 4 ઑગસ્ટ 2009 (16:11 IST)
ઑસ્ટ્રેલિયાની પોલીસે મંગળવારે વહીલી સવારે મેલબોર્નના દક્ષિણી શહેરમાં અનેક લોકોને આતંકી હુમલાની યોજના બનાવાની શંકાએ ધરપકડ કરી.

પોલીસને વિશ્વાસ છે કે, મેલબોર્ન આધારિત એક સમૂહ ઑસ્ટ્રેલિયામાં આતંકી હુમલાની યોજના બનાવી રહ્યો હતો અને તે કથિત રીતે સોમાલિયાના સંઘર્ષોમાં શામેલ છે. આ દરોડામાં 400 થી વધારે પોલીસ અધિકારી શામેલ હતાં. તેઓએ સમગ્ર મેલબોર્નમાં 19 સ્થાનો પર તલાશીનું કામ પૂર્ણ કર્યું.

તાજેતરમાં એક ઑસ્ટ્રેલિયાઈ વર્તમાનપત્રએ વગર સુત્રોવાળા પોતાના એક રિપોર્ટમાં લખ્યું હતું કે, સરકારને જાણ છે કે, એક સમૂહ સ્વચાલિત હથિયારોથી ઓસ્ટ્રેલિયાઈ સેનાના અડ્ડાઓ પર હુમલાની યોજનાની તૈયારીના ઉચ્ચ સ્તર પર છે.

વેબદુનિયા પર વાંચો