ઓસામાને શોધી કાઢે પાકિસ્તાન : બ્રાઉન

ભાષા

સોમવાર, 30 નવેમ્બર 2009 (15:45 IST)
બ્રિટિશ પ્રધાનમંત્રી ગાર્ડન બ્રાઉને દબાણ વધારતા પાકિસ્તાનને આજે કહ્યું છે કે, તે વિશ્વના સૌથી વોંટેડ આતંકવાદી ઓસામા બિન લાદેનને શોધી કાઢે અને અલ કાયદાના નેટવર્કને ખત્મ કરી દે.

બ્રાઉને કહ્યું કે, અમેરિકા પર હુમલાના આઠ વર્ષ બાદ પણ અલ કાયદાના નેતાને કોઈ પણ પકડી અથવા શોધી શક્યું નથી. તેમણે કહ્યું કે, વૈશ્વિક આતંકવાદી સંગઠનને અલગ થલગ કરવાના પ્રમુખ અભિયાનમાં પાકિસ્તાનની સુરક્ષા ટુકડીએ જરૂર જોડાવવું જોઈએ.

બ્રાઉને કહ્યું કે, બિન લાદેન અને તેના પ્રમુખ સહયોગી અયમાન જવાહરીને પકડવા માટે ઘણુ બધુ કરવાની જરૂરિયાત છે. .ગોર્ડન બ્રાઉનને કહ્યું કે, અમારો વિશ્વાસ છે કે, ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં છુપાયેલો છે.

દક્ષિણ વજીરિસ્તાનમાં માત્ર સેન્ય કાર્યવાહી કાફી નથી પરંતુ પૂરી સરકાર તરફથી કાર્યવાહી સંબધમાં અમે વધારે પ્રમાણ ઈચ્છીએ છીએ.

વેબદુનિયા પર વાંચો