ઓબામા-સરકોઝી નોબેલની રેસમાં

વાર્તા

શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (09:41 IST)
આ વર્ષનાં નોબેલ શાંતિ પુરસ્કારની દોડમાં રેકોર્ડ 205 ઉમેદવાર છે. નોબેલ ઈન્સ્ટીટ્યુટનાં જણાવ્યા મુજબ તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ફ્રાંસીસી રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીનું નામ પણ સામેલ છે.

ઈન્સ્ટીટ્યુટનાં પ્રમુખ ગેર લુંદેસ્તાદનાં જણાવ્યા મુજબ 205 નામ મળ્યા છે. જેમાં 33 સંગઠનો છે. જે એક નવો રેકોર્ડ છે. આ અગાઉ 2005માં તે સંખ્યા 199 હતી.

ઉલ્લેખનીય છે કે બરાક ઓબામા ગયા વર્ષે ભારે જીત સાથે રાષ્ટ્રપતિની ચુંટણી જીત્યા હતા. તો નિકોલસ સરકોઝી પોતાની સુપરમોડલ પત્ની બ્રુનીને કારણે ચર્ચામાં છે.

વેબદુનિયા પર વાંચો