ઓબામાએ હુ સાથે વાત કરી

ભાષા

શનિવાર, 31 જાન્યુઆરી 2009 (13:35 IST)
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આજે ચીનના રાષ્ટ્રપતિ હુ ચિનતાઓથી વાતચીત કરી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરૂધ્ધની લડાઇ તથા વૈશ્વિક આર્થિક મંદી સહિત વિભિન્ન મુદ્દો પર વિચાર વિમર્શ કર્યો હતો.

ઓબામાના રાષ્ટ્રપતિ બન્યા પછી આ બંને નેતાઓએ પ્રથમ વાર વાતચીત કરી છે. વ્હાઇટ હાઉસના સુત્રોના જણાવ્યા મુજબ બંને રાષ્ટ્રપતિઓએ આંતરરાષ્ટ્રીય આર્થિક મંદી પર ચર્ચા કરી હતી અને આ બાબતે સહમતિ દર્શાવી હતી કે બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ સંબંધો બનાવાશે.

વેબદુનિયા પર વાંચો