એક સામુહિક કબરમાંથી 33 શવ મળ્યાં

ભાષા

રવિવાર, 30 નવેમ્બર 2008 (10:58 IST)
ખાલિસની નજીકથી આજે એક સામુહિક કબર મળી હતી જેમાં 33 પુરૂષો, મહિલાઓ અને બાળકોને એક સાથે દફન કરી દેવાયા હતાં.

દિયાલા વિસ્તારના આમિર રિફ્તે જણાવ્યું કે સામુહિક કબરની જાણ ખાલિસની પાસેથી થઈ હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શવને જોવાથી એવું લાગે છે કે જાણે કોઈએ તેમની આંખો પર પટ્ટી બાંધીને તેમને ગોળી મારી દિધી હોય.

વેબદુનિયા પર વાંચો