ઉત્તર કોરિયાનો વ્યવ્હાર અસ્વીકાર્ય - હિલેરી

ભાષા

બુધવાર, 11 ફેબ્રુઆરી 2009 (10:56 IST)
અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિટને કહ્યુ છે કે ઉત્તર કોરિયાના ખતરનાક વલણને તેના પડોશી દેશ અને અમેરિકા સ્વીકાર નહી કરે.

હિલેરીએ કહ્યુ કે ઓબામા પ્રશાસન ઉત્તર કોરિયાના પ્રત્યે બુશ પ્રશાસનની નીતિઓ રજૂ કરવા માંગે છે. તેમનો હેતુ છ પક્ષીય વાર્તાના માધ્યમથી ઉત્તર કોરિયાને પરમાણુ હથિયાર મુક્ત રાષ્ટ્ર બનાવવા પર જોર આપવાનો છે.

હિલેરીએ આ પ્રક્રિયામા અન્ય દ્વિપક્ષીય અને બહુપક્ષીય મંચોના માધ્યમથી શક્ય પગલા લેવાનો સંકેત આપ્યો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે હિલેરી આવતા અઠવાડિયે એશિયાન પ્રવાસે જઈ રહ્યા છે. તેમણે કહ્યુ એક અમેરિકાને આશા છે ઉત્તર કોરિયાનો તાજેતરનો બિનજવાબદાર વ્યવ્હાર ક્ષેત્રની સ્થિરતા પર ખતરો નહી બને અને પડોશીયોની સાથે શાંતિ અને સુરક્ષાને પ્રભાવિત નહી કરે.

વેબદુનિયા પર વાંચો