ઇઝરાઇલ ભારતનું મુખ્ય સપ્લાયર !

વેબ દુનિયા

સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (12:19 IST)
ભારતના સૌથી મોટા ડિફેન્સ સપ્લાયર તરીકે ઇઝરાઇલ ઊભરી આવ્યું છે. ઇઝરાઇલે ભારતને સંરક્ષણ સાધનો આપવાના મામલામાં રશિયાને પણ પાછળ છોડી દેવામાં સફળતા હાંસલ કરી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, ઇઝરાઇલે છેલ્લા એક દશક દરમિયાન ભારત સાથે 9 અબજ ડોલરની કિંમતની સંરક્ષણ સોદાબાજી ઊપર હસ્તાક્ષર કર્યા છે.

જેરુસાલેમમાં મીડિયા અહેવાલમાં આજે આ મુજબની ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. ભારત અને ઇઝરાઇલ વચ્ચે સંબંધો દિન-પ્રતિદિન વધુ મજબૂત બન્યા છે. સાથે સાથે ભારતીયો ઇઝરાઇલી સીસ્ટમને વધારે મહત્વ આપવા લાગ્યા છે. આતંકવાદ સામે લડાઇમાં ઇઝરાઇલ અગ્રણી દેશ તરીકે ઊભરી આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો