આનલાઈન ટિકિટ બુક કરાવતા મળી શકશે લેપટાપ અને સ્માર્ટફોન

ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (16:01 IST)
ઈંડિયન રેલ્વે કેટરિંગ એંડ ટૂરિજ્મ કાર્પોરેશન ( IRCTC)થી આનલાઈન ટિકિટ બુક કરાવવી  તમારા માટે ફાયદાનો સૌદા થઈ શકે છે. જો કિસ્મત સાથ આપે તો લકી ડ્રામાં લેપટાપ,સ્માર્ટફોન અને વૌષ્ણોદેવીની યાત્રાના ટીકિટ પણ કાઢી શકાય છે.  આનલાઈન બુકિંગનેને પ્રોત્સાહન  આપવા માટે  ( IRCTC)એ સાપ્તાહિક લકી ડ્રા યોજના શરૂ કરી છે. 
 
યોજના મુજબ દર અઠવાડિયે લકી ડ્રામાં ચાર લોકોનુ  નામ  કાઢવામાં આવશે.  વિજેતાઓને લેપટાપ ,સ્માર્ટફોન અને વૈષ્ણોદેવીની યાત્રાની  ટિકિટ મળશે. 
 
IRCTC ની વેબ સાઈટ પર આપેલ જાણકારી મુજબ ,દર અઠવાડિયાના સોમવારે સાંજે કંપ્યુટરાઈડઝ  લકી ડ્રા નિકાળશે. 
 
સોમવાર રજા આવશે તો મંગળવારે ડ્રા કાઢવામાં આવશે.  વિજેતાઓના નામ વેબસાઈટ પર અપલોડ કરાશે. અધિકરિયો મુજબ ડ્રામાં પુરસ્કાર મેળવનાર વ્યક્તિઓને  ઈનામની સૂચના ઈ-મેલ અને એસએમએસથી આપવામાં આવશે. . આ યોજના 22 સપ્ટેમ્બરથી શરૂ કરી છે. 
   
IRCTCએ હાલ જ ટિકિટ  બુકિંગ વધારવા માટે આશરે 100 કરોડ રૂપિયા વેબસાઈટ અપડેટ કરવામાં ખર્ચ કર્યા છે.  આથી હવે એક મિનિટમાં 7200 ટિકિટ બુક થઈ શકે છે. જ્યારે પહેલાં ફકત 2200 ટિકિટ બુક થતી હતી.   
 

વેબદુનિયા પર વાંચો