આતંકવાદ લોકતંત્ર માટે ખતરો - રૂસ

ભાષા

ગુરુવાર, 30 એપ્રિલ 2009 (09:27 IST)
રૂસે આતંકવાદને આજે લોકતંત્ર માટેનો સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો અને ભારત સાથે મળીને આની વિરૂધ્ધ લડવાનો સંકલ્પ કર્યો હતો.

રૂસી દૂતાવાસના એંદ્રેઇ એ સોરોકિને આજે અહીં કહ્યું હતું કે, એકબીજા સાથે સહયોગ કરીને આતંકવાદ સાથે લડવું જોઇએ અને આ લડાઇમાં તમામ સાધન પ્રક્રિયાનો ઉપયોગ કરવો જોઇએ. આપણા લોકતાંત્રિક સમાજ ઉપર આજે આતંકવાદ સૌથી મોટો ખતરો મંડરાઇ રહ્યો છે.

તેમણે કહ્યું કે, આમાં કોઇ સંદેહ નથી કે આપણે પોતાના લોકતંત્રની રક્ષા કરી શકીએ છીએય તેમણે કહ્યું કે, ભારત સાથે સંબંધો મજબૂત બનાવવા તે સદા માટે રૂસની વિદેશ નીતિ રહી છે.

વેબદુનિયા પર વાંચો