અમેરિકા અને ઉત્તર કોરિયા સાથે દોસ્તી

ભાષા

શનિવાર, 14 ફેબ્રુઆરી 2009 (09:52 IST)
અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને કહ્યુ કે જો ઉત્તર કોરિયા પોતાના પરમાણુ કાર્યક્રમને તિલાંજલિ આપે છે તો અમેરિકા કોરિયા તરફ દોસ્તીનો હાથ લંબાવવા તૈયાર છે.

ક્લિંટને જાપાન, ઈંડોનેશિયા,ઉત્તર કોરિયા અને ચીનની આગલા સપ્તાહે શરૂ થનારી યાત્રા પહેલા શુક્રવારે અહી એશિયા સોસાયટીમાં જણાવ્યુ કે ઉત્તર કોરિયા પોતાના પરમાણુ હથિયાર કાર્યક્રમને બંધ કરશે તો અમેરિકા તેની સાથે દોસ્તી કરવા તૈયાર છે.

ઉપરાંત અમેરિકા કોરિયાને આર્થિક મદદ પણ કરશે. તેમજ તેમણે કહ્યુ કે ઉત્તર કોરિયાના લોકો રાજનૈતિક અધિકારોના હકદાર છે.

વેબદુનિયા પર વાંચો