અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારેતીયો માટે અચ્છે દિન

શનિવાર, 22 નવેમ્બર 2014 (17:28 IST)
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈમીગ્રેશન કાયદામાં ફેરફારની જાહેરાત કરી છે. હવે અમેરિકામાં રહેતા 50 લાખ ગેરકાયદે વસાહતીઓ હકાલપટ્ટીની કાર્યવાહીથી બચી શકે છે. તેમાં એચ-1 બી વિઝા પણ સામેલ છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલસ કામ કરે છે. જે આ વિઝાનો ઉઅપયોગ કરી શકે છે. 
 
અમેરિકામાં  ગેરકાયદે રહેનારા ભારતીયોની સંખ્યા વધી છે. ઓબામાએ કહ્યું કે ઈમીગ્રેશન કાયદામાં થયેલા ફેરફારમાં કોઈ પણ પ્રકારની માફી નથી હું જે કરું છું તે જવાબદારી છે. એક એવો પ્રયાસ છે જેનાથી સમજદારી દ્વ્રારા સમસ્યાઓનો ઉકેલ કાઢવામાં આવ્યો છે. જો તમે નક્કી શરત પૂર્ણ કરો છો તો હકાલપટ્ટી બહાર આવી શકો છો. 
 
વિપક્ષી રિપબ્લિકન પાર્ટી બહારના લોકોનો વિરોધ કરે છે. તેવી પરિસ્થિતિમાં ઓબામાની જાહેરાતનું અમલીકરણ થશે કે નહી તે જોવાનું ઘણું રસપ્રદ રહેશે. ઓબામાએ ઈમીગ્રેશન કાયદામાં ફેરફાર સંબંધિત જાહેરાત કોંગ્રેસ સાથે વિચાર-વિમર્શ કર્યા વગર કરી છે. તેવી પરિસ્થિતિમાં તેમનો રસ્તો સરળ નથી કારણ કે સેનેટ અને પ્રતિનિધિ હાઉસમાં ઓબામાની ડેમોક્રેટિક પાર્ટી બહુમત ખોઈ બેઠી છે. 
 
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વર્ષ 2000 પછી એચ-1 બી વિઝા મેળવનારાઓમાં અડધા ભારતીય હતા. જે ટેકનીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને કામકાજ કરી રહ્યા છે . વર્ષ 2008થી 2009 દરમ્યાન જેટલા લોકોને  એચ-2 બી વિઝા આપવામાં આવ્યા. તેમાં અંદાજિત 46 ટકા ભારતીય હતા તાજેતરની જાહેરાતમાં ઓબામાએ વાયદો કર્યો છે કે એચ-1 બી વિઝા વિઝાધારકોને એક સ્થળેથી બીજા સ્થળે જઈને નોકરી બદલવી ,ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવાનું સરળ કરવામાં આવશે. આ સુવિધા માત્ર વિઝાધારકને જ નહી પરંતુ તેમના પતિ કે પત્નીને પણ  મળશે. નોંધનીય છે કે વર્તમાન સમયે ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવું ઘણું કઠણ છે. 
 
પ્યૂ રિસર્ચ સેંટરની એક તાજેતરની રિપોર્ટ મુજબ અમેરિકામાં અંદાજિત સાડા ચાર લાખ ભારતીયો ગેરકાયદે રીતે રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો