વિદેશ સંબંઘ સમિતિના અધ્યક્ષ બ્રિડેને કહ્યું હતું કે, આ સમય અમેરિકાની વૈશ્વિક દ્રષ્ટિને નીચેથી બદલવાનો છે. આ સમયે એવા નેતાની જરૂરિયાત છે જે એક સારા સૈનિક કરતાં પણ અધિક હોય. એક બુધ્ધિમાન નેતાની જરૂર છે.
આ તબક્કે ઓબામાએ બ્રિડેનની સરાહના કરી અને કહ્યું કે, બ્રિડેન સાચો નિર્ણય કરવાની શક્તિ ધરાવે છે અને અમેરિકાને શક્તિશાળી ટકાવી રાખવામાં પાછળ રહેવામાં તે નથી. બ્રિડેન માત્ર સારા જ નહીં પરંતુ મહાન ઉપરાષ્ટ્રપતિ બનશે.
ઓબામાએ કહ્યું કે, મેં એમનું કામ જોયું છે. તે સેનેટની વિદેશ સંબંધ સમિતિના અધ્યક્ષ છે. આ રીતે મેં તેમની સાથે કામ કર્યું છે. રાજનીતિક વિશ્લેષકો અને સેનેટર બરાક ઓબામાની પસંદગી પર વિશ્લેષણ શરૂ કરી દીધુ છે.
કેટલાક વિશ્લેષકોએ સંકેત આપ્યો છે કે, બ્રિડેનની પસંદગી કરવીએ વિદેશ અને રાષ્ટ્રીય સુરક્ષાના મામલે કમજોરી દેખાય છે. જ્યાં કેટલાક એવું પણ કહી રહ્યા છે કે, ઇલિનોઇસના ડેમોક્રેટ બરાક ઓબામા હાલ પોતાની જ જાળમાં ફસાઇ ગયા છે. કારણ કે અત્યાર સુધી તેઓ જે નેતાઓને વખોડતા હતા એમાંથી જ પોતાના ઉમેદવારની પસંદગી કરવી પડી રહી છે.