અફઘાનિસ્તાનમાં 36 આતંકવાદી ઠાર

ભાષા

શુક્રવાર, 10 ઑક્ટોબર 2008 (11:06 IST)
અફઘાનિસ્તાનમાં સુરક્ષા બળોની સાથે અથડામણમાં ઓછામાં ઓછા 36 આતંકવાદી માર્યા ગયાં હતાં. વિદ્રોહીઓ તરફથી થયેલ ગોળીબારમાં 10 નાગરિકોના મરવાના સમાચાર પ્રાપ્ત થયાં છે.

અફઘાનિસ્તાનમાં હાજર અમેરિકી સુરક્ષા બળ તરફથી રજુ કરેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મધ્ય ઉરૂજગાન વિસ્તારમાં અફઘાન અને આંતરરાષ્ટ્રીય બળ ગઈ કાલે જ્યારે ગશ્તી પર હતાં ત્યારે બંદુક મોર્ટાર અને ગ્રેનેડ દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો.

નિવેદનને અનુસાર અફઘાન સુરક્ષા બળ અને ગઠબંધન સેનાની જવાબી કાર્યવાહીમાં 12 આતંકવાદી માર્યા ગયાં હતાં.

ત્યાર બાદ દક્ષિણ વિસ્તાર હેલ્મંડમાં એક અલગ ઘટનાની અંદર સુરક્ષા બળોએ 9 વિદ્રોહીઓને ઠાર કર્યાં
આ દરમિયાન અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે ગઠબંધન સેનાએ પશ્ચિમી વિસ્તારમાં ફરાહની એક કાર્યવાહીની અંદર છ આતંકવાદી ઠાર થયા છે.

વેબદુનિયા પર વાંચો