અફઘાનિસ્તાનમાં 100 તાલિબાની ઢેર

રવિવાર, 12 ઑક્ટોબર 2008 (16:35 IST)
અફઘાનિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ અફઘાનિસ્તાનમાં બે અલગ અલગ સંઘર્ષની અંદર 100 કરતાં વધારે ઉગ્રવાદી માર્યા ગયાં છે.

હેલમંડ વિસ્તારના ગવર્નરના પ્રવક્તા દાઉદી અહમદીએ જણાવ્યું હતું કે પ્રાંતીય રાજધાની લશ્કરગાહમાં અચાનક કરવામાં આવેલ અફઘાન સૈનિકોનો હુમલો અને નાટોના હવાઈ હુમલામાં રવિવારે 62 તાલિબાન ઉગ્રવાદી માર્યા ગયા હતાં.

અહમદીએ જણાવ્યું હતું કે હેલમંડે નદ અલી જીલ્લામાં ત્રણ દિવસ સુધી ચાલેલા સંઘર્ષમાં 40 અન્ય ઉગ્રવાદી માર્યા ગયાં છે. આ સંઘર્ષ ગઈ કાલે પુર્ણ થયો હતો અને આ વિસ્તાર હજી પણ ઉગ્રવાદીઓના નિયંત્રણમાં છે.

વેબદુનિયા પર વાંચો