અફઘાનમાં તાલિબાની કમાંડરનું મોત-અમેરિકી સેના

ભાષા

રવિવાર, 30 નવેમ્બર 2008 (11:59 IST)
દક્ષિણ અફગાનિસ્તાનમાં એક પડેલ એક દરોડા દરમિયાન સ્ત્રીના કપડા પહેરેલ તાલિબાની કમાંડરને અમેરિકાની આગેવાનીવાળી ગઠબંધન સેનાને હાથે ઠાર માર્યો હતો.

અમેરિકી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે આ અભિયાનમાં સૈનિકોએ ચાર તાલિબાન લડાકૂઓને માર્યા જેમા તાલિબાન કમાંડર હાજી યાકૂબનો પણ સમાવેશ થતો હતો. તેમણે મહિલાઓના કપડાં પહેર્યા હતા.

તાલિબાની આતંકવાદી ગજને શહેરમાં ગઠબંધન સેના અને અફઘાન સરકાર વિરુધ્ધ આત્મધાતી હુમલાઓ યાકૂબના નિર્દેશન હેઠળ થાય છે. બીજી બાજુ સેનાના મુજબ દક્ષિણી હેલમંડ શહેરમાં અફગાન અને ગઠબંધન સેનાએ 33 આતંકવાદિયોને માર્યા.

અમેરિકા ગઠબંધન સેના ગજનીના ચોકમાં અંદર મહિલા અને બાળકોને પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે જ તેમણે યાકૂબને શોધી કાઢ્યો. તાલિબાન કમાંડરે બુરખો ઓઢ્યો હતો અને તેનુ આખુ શરીર પારંપારિક વસ્ત્રોથી ઢંકાયેલુ હતુ. જ્યારે તેણે સેના પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો તો તેને મારી નાખવામાં આવ્યો.

વેબદુનિયા પર વાંચો