આતંકવાદીઓની ધમકી અને પાકિસ્તાનની સલાહ પછી યોગનો કાર્યક્રમ રદ્દ

શનિવાર, 20 જૂન 2015 (11:37 IST)
21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. પણ પાકિસ્તાનમાં આતંકવાદીઓની ધમકી પછી આર્ટ ઓફ લિવિંગનો એક કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.

આતંકવાદીઓ પ્રત્યે પાકિસ્તાન સરકારના નરમ વલણને જોતા સંસ્થાએ પણ પોતાનો કાર્યક્રમ રદ્દ કરી દીધો છે.  પાકિસ્તાન સરકારે આર્ટ ઓફ લિવિંગને પોતાના કાર્યક્રમ સુરક્ષા કારણોથી રદ્દ કરવાનુ કહ્યુ હતુ.

AOLના પ્રવક્તા દિનેશ ગોડકેએ કહ્યુ કે પાકિસ્તાન સરકારે અમને કાર્યક્રમ રદ્દ કરવાનુ કહ્યુ હતુ.  તેમની આ વાતને ગુરૂજીના આદેશ પછી માનવામાં આવ્યુ છે.

તેમણે જણાવ્યુ કે આર્ટૅ ઑફ લિવિંગે પાકિસ્તાનના 4 શહેરો લાહોર, કરાંચી, ઈસ્લામાબાદ અને ફૈસલાબાદમાં 13થી 21 જૂન સુધી વિદ્યાર્થીઓ માટે યોગ સેશં મુક્યુ હતુ જેને હવે રદ્દ કરી દેવામાં આવ્યુ છે.

વેબદુનિયા પર વાંચો