દક્ષિણ ચીન સાગર પર કરવામાં આવેલ વચનોથી પાછળ હટી રહ્યુ છે ચીન - અમેરિકા

બુધવાર, 10 ઑગસ્ટ 2016 (12:55 IST)
ઇન્ટરનેશનલ ટ્રાઇબ્યૂનલ કોર્ટના નિર્ણયને ચીન નથી ગણકારી રહ્યું. હાલમાં જ જાહેર કરાયેલી તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વિવાદાસ્પદ સાઉથ ચાઇના સી પર ચીન પોતાના કબજાવાળા સ્પ્રેટલી આઇલેન્ડ્સ પર એકક્રાફટની સંખ્યામાં સતત વધારો કરી રહયું છે. ન્યૂયોર્ક ટાઇમ્સના સોમવારના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
 
   જુલાઇના અંત સુધીમાં અહીંની જે તવસીરો લેવાઇ હતી એમા કોઇ પણ મિલિટરી એરક્રાફટ નહોતું જોવા મળ્યું. જોકે NYTનું કહેવું છે કે અહીં એરક્રાફટ હાઉન્સિંગ છે, જે ચાઇનીઝ એરફોર્સ માટે હમેંશા તૈયાર રહે છે. NYTએ વોશિંગ્ટન બેસ્ડ સેન્ટર ફોર સ્ટ્રેટેજીક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ(CSIS)ના એનાલિસિટને ટાંકીને આ વાત કરી છે.
 
   ચીને ફાવરી ક્રો, સુબી અને મિસચિફ રિફસ પર એરક્રાફટ હાઉસિંગનું નિર્માણ કર્યું છે. એ બધા જ આઇલેન્ડસ સ્પેટ્રલી આઇલેન્ડસનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે આ તસવીરો એવા સમયે સામે આવી છે કે જયારે હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટે આ મામલે ચીનના વિરુદ્ઘ નિર્ણય સંભળાવ્યો હતો.
 
   નોંધનીય છે કે સાઉથ ચાઇના સીના મોટાભાગના વિસ્તારો પર ચીન પોતાનો દાવો કરે છે. આ જ રસ્તે દર વર્ષે 5 ટ્રિલિયન ડોલરનો શિપિંગ બિઝનેસ થાય છે. સાઉથ ચાઇના સી પર ચીન ઉપરાંત ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા, તાઇવાન અને બ્રુનેઇ પણ પોતપોતાનો દાવો કરે છે.

વેબદુનિયા પર વાંચો