Fruit Is Good In Monsoon -માનસૂનમાં વરસાદ અને પૂરને કારણે હૈજા, ટાઈફોઈડ, દસ્ત ડેંગૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીઓ ઝડપથી ફેલાય રહી છે. આવામાં જો ઈમ્યુન સિસ્ટમ કમજોર હશે તો વ્યક્તિના બીમાર થવાનો ડર વધી જાય છે. આ ઋતુમાં ખાનપાનનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. નહી તો પેટ સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે. માનસૂનની બીમારીઓ અને ઈંફેક્શનથી બચવા માટે તમારે ઈમ્યુનિટી બૂસ્ટર ડાયેલ લેવો જોઈએ. અહી અમે તમને ચોમાસામાં ઉપયોગમાં લેવામાં આવતા 5 એવા ફ્રુટ્સ વિશે બતાવી રહ્યા છે જેમા તમારી ઈમ્યુનિટી પણ બુસ્ટ થશે અને તમે બીમારીઓથી પણ બચી શકશો.
પપૈયુ (Papaya)
વિટામિન E, વિટામિન C, વિટામિન A જેવા પોષક તત્વોથી ભરપૂર પપૈયુ પેટની સમસ્યાઓને દૂર કરે છે. ડાયાબિટીજની બીમારી હોય કે દિલની બધામાં પપૈયુ ખાવાથી ફાયદો મળે છે. ચોમાસાની ઋતુમાં પપૈયુ તમાર સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
લીચી (Lychee)
ઉનાળાની ઋતુથી લઈને માનસૂન સુધી લીચી બજારમાં સહેલાઈથી મળી જાય છે. વિટામિન B, વિટામિન-C, ફોસ્ફોરસ અને પ્રોટીનથી ભરપૂર લીચી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. હાઈ બીપીથી લઈને ડાયાબિટીસ સુધીના દર્દી લીચી ખાઈ શકે છે.