આ 3 વસ્તુઓમાં હોય છે સૌથી વધુ Vitamin D, શરીરમાં કમી થતા જ વધારી દો આનુ સેવન

રવિવાર, 12 માર્ચ 2023 (00:59 IST)
વિટામિન ડી (Vitamin d) આરોગ્ય માટે ઘણી રીતે કામ કરે છે. આ ન તો માત્ર હોર્મોનલ સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ તે માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદરૂપ છે. આ સિવાય વિટામીન ડી સ્નાયુઓના કાર્યની સાથે ન્યુરલ હેલ્થને સુધારવામાં પણ મદદરૂપ છે. પરંતુ, જ્યારે શરીરમાં વિટામીન ડીની ઉણપ થાય છે, ત્યારે આ તમામ કાર્યો આપમેળે પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં, વિટામિન ડીથી ભરપૂર આ સૂકા મેવા અને બીજનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ આ કેવી રીતે મદદરૂપ છે.  
 
સૌથી વધુ વિટામિન ડી શામાં રહેલુ છે: જાણો 3 ફૂડસ - Vitamin d nuts and seeds 
 
1. સૂર્યમુખીના બીજ - Sunflower seeds
સૂર્યમુખીના બીજમાં વિટામિન ડી સારી માત્રામાં હોય છે. આ બીજનું સેવન કરવાથી હોર્મોનલ સ્વાસ્થ્ય સુધરવાની સાથે  તેનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ ઉપરા^ત સૂર્યમુખીના બીજનું સેવન હાડકાંને સ્વસ્થ રાખવાની સાથે ન્યુરલ એક્ટિવિટીઝને યોગ્ય રાખવામાં પણ મદદરૂપ છે. તેથી સૂર્યમુખીના બીજને આખી રાત પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો.
 
2. અંજીર - Figs
 
અંજીરમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે, જેને પલાળીને ખાવાથી દૂર કરી શકાય છે. વાસ્તવમાં, અંજીરમાં ઓમેગા-3 જેવા ફેટી એસિડ્સ પણ હોય છે, જે શરીરને એનર્જી આપવાની સાથે હોર્મોનલ સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદરૂપ થાય છે. તેથી, જો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ છે, તો અંજીરને પાણીમાં પલાળીને તેનું સેવન કરો.
 
3. બદામ - Almonds
 
બદામનું સેવન કરવાથી શરીરમાં વિટામિન ડીની ઉણપને દૂર કરવામાં મદદ મળે છે. બદામ માત્ર મગજની કામગીરીમાં સુધારો જ નથી કરતી પરંતુ તે ન્યુરલ પ્રવૃત્તિઓ માટે પણ સારી છે. જ્યારે તમે દરરોજ રાત્રે પલાળેલી બદામ ખાઓ છો, તો તે શરીરની તમામ પ્રવૃત્તિઓને ઝડપી બનાવે છે. તેથી, જો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ છે, તો તમારે આ 3 વસ્તુઓનું સેવન કરવું જોઈએ..

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર