Uric Acid : અજમાના પાણીથી યૂરિક એસિડમાં થશે ઘટાડો, સેવન કરતી વખતે ધ્યાન રાખો આ એક વાત

સોમવાર, 4 જુલાઈ 2022 (14:31 IST)
Uric Acid : યૂરિક એસિડ શરીરમાં જમા થનારા એક પ્રકારનો કચરો માનવામાં આવે છે.  જે પ્યુરીનવાળી ખાવાની વસ્તુઓ બનાવે છે. આ ડાયરેક્ટ આપણા લોહીમાં જમા થાય છે.  તેનુ સૌથી મોટુ કારણ છે આપણી બદલતી લાઈફ સ્ટાઈલ અને આપણા ખાનપાન. યૂરિક એસિડની સમસ્યા ખૂબ જ સામાન્ય થતી જઈ રહી છે. આ પરેશાનીથી લગભગ દરેક બીજો-ત્રીજો વ્યક્તિ પસાર થઈ રહ્યો છે. જો શરીરમાં પ્યુરીનની માત્રા વધી જાય તો તેનાથી યૂરિક એસિડ ક્રિસ્ટલ બનવા લાગે છે. જે ખતરાની નિશાની છે. 
 
શરીરમાં યૂરિક એસિડ ક્રિસ્ટલ બનવા પર તમને કિડનીની પથરી, ગાંઠ અને ગાઉટ જેવા ગંભીર રોગ થઈ શકે છે. આમ તો મેડિકલમાં યૂરિક એસિડના અનેક પ્રકારએને સારવાર બતાવી છે. પણ યૂરિક એસિડ માટે ઘરેલુ ઉપાય પણ છે. જેના ઉપયોગથી તમે ઘરે બેઠા બેઠા તમારા યૂરિક એસિડને કંટ્રોલ કરી શકો છો.  આવો જ એક ઘરેલુ નુસ્ખો છે અજમાનુ પાણી. આવામાં આવો જાણીએ વધેલા યૂરિક એસિડને કંટ્રોલ કરવામાં અજમાનુ પાણી કેવી રીતે અસરદાર છે. 
 
અજમામાં અનેક પ્રકારના મહત્વના તત્વો જોવા મળે છે. તેમા કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન અને ખનીજ પદાર્થ જોવા મળે છે.  આ ઉપરાંત અજમામાં ફૉસ્ફોરસ, આયરન, કેલ્શિયમ, થાયમિન, રાઈબોફ્લેવિન અને નિયાસિન પણ જોવા મળે છે.  જે આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે.  સવાર સવારે ખાલી પેટ અજમાનુ પાણી પીવાથી યૂરિક એસિડની સમસ્યામાં ઘણો લાભ મળે છે.  રાત્રે એક ચમચી અજમાનો એક ગ્લાસ પાણીમાં પલાળીને મુકી દો અને સવારે તેનુ સેવન કરો. 
 
અજમાથી થનારા ફાયદા 
 
- અજમાવાળુ પાણી પીવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં રાહત મળે  છે.
- અજમામાં રહેલા તત્વો હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે.
- અજમો વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
- ડાયાબિટીસના દર્દીઓને પણ તેના સેવનથી ઘણો ફાયદો થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર