વધી ગયું છે સ્ટ્રેસ તો આ ટિપ્સને અજમાવો

રવિવાર, 9 જૂન 2019 (17:45 IST)
સ્ટ્રેસ વધી ગયું હોય તો આ સ્થિતિમાં ઘણા લોકોને ગભરાહટ અને સ્ટ્રેસ આ સમયે જરૂર થઈ રહ્યું હશે. કારણ કઈક પણ હોય સ્ટ્રેસ અને તનાવમાં કેટલાક દિવસ રહેવું તમારા આરોગ્ય માટે સારું નથી. અમે તમને જણાવી રહ્યા છે કે આ સમયે તમને સ્ટ્રેસને મેનેજ કરવું જોઈએ. જાણો સરળ ઉપાય...
1. તનાવ સ્ટ્રેસથી ઉબરવા માટે વ્યાયામને તમારી દૈનિક ક્રિયામાં શામેલ કરવું. વ્યાયામ તનાવથી છુટકારો આપવામાં ખૂબ કારગર છે. જો તમારા માટે આ શકય નહી હોય તો સવારે-સાંજે આંટા મારવું. 
 
2. જો તને કોઈ બીમારી કે શારીરિક ફેરફારને લઈને તનાવમાં છો તો વિશેષજ્ઞથી સંપર્ક કરવું. તમારા માથાના વાળ ઓછા થવા કે સફેદ થઈ જવાના કારણે તનાવમાં જી રહ્યા છો તો આ વાતની ચિંતા કરવાની જગ્યા હેયર ટ્રાંસપ્લાંટ કરાવો. દવાઓ લો અને યોગ અને પ્રાણાયામ કરવા શરૂ કરો. ભોજનમાં પ્રોટીનયુક્ત પદાર્થ શામેલ કરવું. 
 
3. તમારી સાથે કઈક આવું થયું છે કે જેના વિશે વિચારીને તમે તનાવમાં આવી ગયા છો તો સારું હશે કે તમે તમારા જીવનની નકારાત્મક પહેલૂઓથી પોતાને જુદા કરી તેની વિશે ન વિચારવું. 
 
4. આર્થિક પરેશાની થતા પર તનાવમાં આવવાની જગ્યા શાંત મગજથી આ વિચારવું કે તમારી પાસે કેટલી સંપત્તિ છે અને  તમે કેવી રીતે તમારી આવક વધારી શકો છો. 
 
5. ઘણા શોધ મુજબ પસંદનો સંગીત સાંભળવાથી પણ સ્ટ્રેસ અને તનાવને ઓછું કરવામાં મદદ મળે છે. 
 
6. જરૂરતથી વધારે ન વિચારવું કારણકે આવી સ્થિતિમાં મગજ સારી રીતે કામ નહી કરે છે અને ઘણા માનસિક રોગ થવાની શકયતા બની જાય છે. 
 
7. જો પતિ -પત્નીના સંબંધમાં તનાવ ચાલી રહ્યું હોય તો તમારા નજીકી મિત્ર કે પરિવારથી આ વિશે વાત કરવી. તમે તેના માટે મેરિજ કાઉંસલરનની પણ મદદ લઈ શકો છો. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર