Health Tips - આ લીલી શાકભાજીનાં સેવનથી વધી જશે આંખોની રોશની, ડાયાબીટીસ પણ રહેશે કંટ્રોલમાં, આરોગ્યને મળશે અનેક ફાયદા

બુધવાર, 17 જુલાઈ 2024 (00:07 IST)
ડોકટરો આંખોની રોશની સુધારવા માટે વિટામિન A લેવાની સલાહ આપે છે. ઈમ્યુનીટી વધારવા માટે વિટામિન સીનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. આજે  અમે તમને જણાવીએ કે એક એવી શાકભાજી છે જે આ બધા વિટામિન્સથી ભરપૂર છે.  તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને માત્ર એક જ નહીં પરંતુ અનેક ફાયદા થશે. જી મિત્રો અમે પાલક વિશે વાત કરી રહ્યા છીએ...તે એક લીલી શાકભાજી જે વિટામિન A, C અને K તેમજ આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજોથી ભરપૂર છે. ચાલો જાણીએ કે પોષક તત્વોથી ભરપૂર પાલકનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને શું ફાયદા થશે?
 
આ સમસ્યાઓમાં પાલક છે ફાયદાકારક 
 
- ઈમ્યુન સીસ્ટમ કરે બુસ્ટ - પાલકમાં લ્યુટીન નામનું એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે તમારી આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. તે આંખોના રેટિનાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.
 
- રોગપ્રતિકારક શક્તિને વધારે છે: પાલકમાં આયર્ન, વિટામિન સી અને ઇ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. પૌષ્ટિક આહારના ભાગરૂપે, તે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે.
 
- શુગરને કંટ્રોલ કરે છેઃ એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર પાલક બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં હાજર ઉચ્ચ મેગ્નેશિયમ ઇન્સ્યુલિન વધારવામાં મદદ કરે છે, જે તમારા મેટાબોલીઝમને સુધારે છે.
 
- હાડકાંને મજબૂત કરે છે: પાલકમાં રહેલા વિટામિન K હાડકાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે પાલકમાં પ્રતિ કપ 250 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે અને તે તમારા હાડકાં અને દાંત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
 
- તે ત્વચા અને વાળ માટે પણ લાભકારી -  પાલકનું સેવન કરવાથી તમારી ત્વચા અને વાળને પૂરતું પોષણ મળે છે અને તે સ્વસ્થ બને છે.
 
 કેવી રીતે કરવું પાલકનું સેવન?
તમે પાલકને સલાડના રૂપમાં ખાઈ શકો છો અથવા સ્મૂધીના રૂપમાં પણ માણી શકો છો. તમે તેને સ્વાદિષ્ટ સૂપમાં પણ ખાઈ શકો છો.  પાલક પનીર અથવા પાલક ચાટ જેવી ભારતીય વાનગીઓમાં તેનો ઉપયોગ કરો.  તમે તેને તમારી મનપસંદ વાનગીઓમાં સામેલ કરીને પ્રયોગ કરી શકો છો.
 
 
નોંધ: પાલકને રાંધવાથી તેમાં રહેલા વિટામિન સીની માત્રા ઘટી શકે છે, તેથી મહત્તમ લાભ મેળવવા માટે તેને કાચી અથવા હળવી રાંધીને ખાઓ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર