નસકોરા બોલાવવાની સમસ્યાને દૂર કરવા આ 7 ઉપાય અજમાવો

રવિવાર, 23 સપ્ટેમ્બર 2018 (08:46 IST)
અનેક લોકોને સૂતી વખતે નસકોરા બોલાવવાની ટેવ હોય છે. તેનાથી તમારી ઉંઘ તો વારે ઘડીએ ખુલે જ છે સાથે જ આસપાસ સૂતા લોકોને પણ ચિંતાનો સામનો કરવો પડે છે. તમારી આ આદત અનેકવાર શરમજનક બની જાય છે. જો તમે નસકોરાને દૂર કરવા માટે દરેક પ્રયત્ન કરી ચુક્યા છે તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો બતાવીશુ, જે મદદ લઈને તમે નસકોરાની સમસ્યાથી બચી શકો છો. 
1. મધ - રાત્રે સૂતા પહેલા 1 ચમચી મધ ખાવ. આવુ કરવાથી નસકોરાની સમસ્યાથી છુટકારો મળશે. 
 
2. યોગ - યોગાસન કરવાથે શ્વાસ નળી ઠીક રહે છે અને ફેફ્સામાં ઓક્સીજન પર્યાપ્ત માત્રામાં પહોંચે છે.
જેનાથી નસકોરા દૂર થાય છે. 
ALSO READ: વિંછીયો પહેરવાના 5 ફાયદા
3. જાડાપણું - નસકોરા આવવાની સમસ્યાનુ એક કારણ વધતુ વજન છે. તેથી તમારા વજનને કંટ્રોલ કરો. 
 
4. ડાબી પડખે સૂતાં - એવુ કહેવાય છે કે ડાબી બાજુ પડખું કરીને સૂવાથી નસકોરા ઓછા બોલે છે. 
 
5. ગરમ પાણી - રાત્રે સૂતા પહેલા ગરમ પાણીનુ સેવન કરો. કારણ કે ગરમ પાણી પીવાથી ગળુ ખુલી જાય છે. 
ALSO READ: આ 5 આરોગ્ય સમસ્યાઓમાં ન રાખવું વ્રત
6. નાકને સાફ રાખો - નાક સાફ ન હોવાથી અને સોજો હોવાને કારણે પણ નસકોરાની સમસ્યા થાય છે. આવામાં નાકની સમય સમય પર સફાઈ કરો. 
 
7. ધૂમ્રપાન - ધૂમ્રપાન કરનારા લોકોને નસકોરાની સમસ્યા વધુ હોય છે તો તમારા સારા સ્વાસ્થ્ય અને નસ્કોરાથી છુટકારો મેળવવા માટે ધૂમ્રપાન કરવુ છોડી દો.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર