વિમાનપ્રવાસ દરમ્યાન બ્લડ-કલોટ્સનું રિસ્ક અટકાવવા માટે મોજાં પહેવાનું કહેવામાં આવે છે. એવાં મોજાં સૂતી વખતે પહેરવાથી નસકોરાં બોલવાનું પ્રમાણ ઘટે છે એવું મનાય છે. અભ્યાસોમાં આ વાત પુરવાર પણ થઇ છે અને મોજાં પહેરીને સુનારાઓમાં સ્લીપ એપ્નીઆ એટલે કે શ્વાસ ચુકી જવાથી ઝબકીને જાગી જવાનું પ્રમાણ ઘટયું છે. આ પાછળનું વિજ્ઞાન કંઇક આવું હોવું જોઇએ એવું સાયન્ટિસ્ટોનું કહેવું છે.આપણે જ્યારે પથારીમાં આડા સુતા હોઇએ છીએ ત્યારે શરીરના નીચેના ભાગોમાંથી ગળા પાસે વધુ પ્રવાહી એકત્રિત થાય છે. આ પ્રવાહીની વધધટ એટલી મેજર નથી હોતી, છતાં શ્વાસનળીમાં એનાથી અવરોધ ઉભો થઇ શકે છે. જો પગમાં ઘુંટણ સુધીનાં મોજાં પહેરી રાખવામાં આવે તો એટલા ભાગનું લોહી ત્યાં જ ફરતું રહે છે અને ગરદન તરફ આવતું અટકે છે અને નસકોરાનું પ્રમાણ ઘટે છે. છેલ્લા બે વર્ષમાં ફિઝિશ્યનો પણ હવે સ્નોરિંગ માટે આ નુસખો સુચવતા થઇ ગયા છે.