Omicron ના બે નવા લક્ષ્ણ સામે આવ્યા છે કોણે કરી શોધ અને શું છે જાણકારી

શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (10:56 IST)
કોરોના વાયરસના ખતરનાક વેરિએંટ Omicron નો ખતરો સતત વધી રહ્યુ છે. ભારતની સાથે સાથે આખી દુનિયા આ વેરિએંટથી બચવાની કોશિશમાં છે. ઘણા પ્રકારના શોધ પણ કરાઈ રહ્યા છે કે જેથી તેને યોગ્ય રીતે સમજીને તેનો ઉપચાર કરી શકાય. આ વચ્ચે બ્રીટનના એક પ્રોફેસરએ ઓમિક્રોનના બે નવા વેરિએંટના ઓળખનો દાવો કર્યુ છે. 
 
હકીકતમાં ઓમિક્રોનના નવા વેરિએંટના બે નવા લક્ષ્ણો છે. આ ઓળખ બ્રિટેનના એક વૈજ્ઞાનિકએ કરી છે. જો તૢએ આ બે માંથી કોઈ લક્ષણ અચાનક જોવાય તો સંભળી જાઓ 
 
ડેલ્ટાથી ઘણા ગણુ વધારે ખતરનાક જણાવી રહ્યા છે કોરોનાના ઓમિક્રોન વેરિએંટને લઈને દરેક કોઈ ચિંતિંત છે કે આ સમસ્યાથી નિપટવા આનો સામનો કરવા માટે, વધુને વધુ સંશોધકો કોરોનાના આ નવા પ્રકાર, ઓમિક્રોન વિશે પણ સંશોધન કરી રહ્યા છે. આ વેરિઅન્ટને વધુ સારી રીતે સમજવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે જેથી તેની સાથે વ્યવહાર કરવામાં સરળતા રહે. આ દરમિયાન એક સારા સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોનના બે નવા લક્ષણોની ઓળખ કરવામાં આવી છે.
 
આ બે લક્ષણોની ઓળખ કરી
બ્રિટનના એક સંશોધકે આની ઓળખ કરી છે. ખાસ વાત એ છે કે ઓળખાયેલા આ બે નવા લક્ષણો સામાન્ય રીતે કોરોના વાયરસ સાથે સંકળાયેલા નથી. કિંગ્સ કોલેજ લંડનના જિનેટિક એપિડેમિયોલોજીના પ્રોફેસર ટિમ સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના ચેપ પછી દર્દીમાં ઉબકા અને ભૂખ ન લાગવી જેવા બે નવા લક્ષણો પણ દેખાઈ શકે છે.
Omicron New symptoms-
ઉબકા 
ભૂખ ન લાગવી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર