Omicron Death in India: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીનુ મોત, નાઈજીરિયાથી પરત આવેલા વ્યક્તિએ ગુમાવ્યો જીવ, દેશમાં પહેલો મામલો

ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (22:55 IST)
ભારતમાં, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત એક વ્યક્તિનું મહારાષ્ટ્રમાં મોત થયું છે. મહારાષ્ટ્રના પિપરી ચિંચવાડ વિસ્તારના એક 52 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત આ વ્યક્તિને પિંપરી ચિંચવડની યશવંતરાવ ચૌહાણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, 52 વર્ષીય વ્યક્તિ તાજેતરમાં નાઇજીરીયાથી પરત ફર્યો હતો અને સંક્રમિત થયા પછી 28 ડિસેમ્બરે તેનું મોત પિંપરી ચિંચવડની હોસ્પિટલમાં થયું. દેશમાં ઓમિક્રોન દર્દીના મૃત્યુનો આ પ્રથમ કેસ છે.
 
આ વ્યક્તિનું મૃત્યુ બિન કોવિડ કારણોસર થયું છે. જો કે, આજે એટલે કે ગુરુવારે, મૃતકના NIV રિપોર્ટમાં જાણવા મળ્યું કે તે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતો. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. ભારતમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના મૃત્યુનો આ પ્રથમ કેસ છે.
 
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસમાં એકદમ ઉછાળો 
 
મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં ઓમિક્રોન વાયરસની એંટ્રી થઈ  અને હવે તેના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. દેશમાં ઓમિક્રોન સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાઈ રહ્યા છે. ગુરુવારે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન ચેપના 198 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત લોકોની સંખ્યા 450 થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે નવા વર્ષ નિમિત્તે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર