આવો જાણીએ એવા જ કેટલાક સરળ ઉપાયો વિશે
1. ગર્મ તેલથી માલિશ
જ્યારે પણ પગ એકદમ ઠંડા પડી જાય તો ગર્મ તેલથી પગના તળિયાની મસાજ કરો. તેના માટે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. તેલને ગર્મ કરીને તેનાથી 10 મિનિટ સુધી પગની મસાજ કરો અને પછી મોજા પહેરી લો.
2. સિંધાલૂણ
શરીરમાં મેગ્નીશિયમની ઉણપના કારણે પણ પગ ઠંડા થઈ જાય છે. તેથી સિંધાલૂણના ઉપયોગથી મેગ્નીશિયમની ઉણપને પૂરો કરી શકાય છે. તેના માટે એક ટબમાં ગર્મ પાણી ભરો અને તેમાં થોડું સિંધાલૂણ નાખો. હવે આ પાણીમાં 15-20 મિનિટ સુધી પગને ડુબાડી રાખો. તેનાથી પગ સુધી બ્લડ સર્કુલેશન અમે ઑકસીજન યોગ્ય રીતે પહોંચશે જેનાથી પગ ગર્મ થઈ જશે.