હેલ્થ ટિપ્સ - ખાંડ કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ ?

મંગળવાર, 16 સપ્ટેમ્બર 2014 (14:36 IST)
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનુ માનવુ છે કે ખાંડના વપરાશમાં ભારે કમી થવી જોઈએ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઈગ્લેંડમાં સરકારના સલહાકારોએ તાજેતરમાં જ ખાંડ ખાવાની માત્રાને ઓછુ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. 
 
આ નવી સલાહ મુજબ એક વ્યક્તિને મળનારી ઉર્જાના પાંચ ટકા જ ખાંડમાંથી આવવી જોઈએ. પહેલા આ માત્રા 10 ટકા રાખવામાં આવી હતી. પણ બીએમસી જર્નલમાં છપાયેલ એક શોધ મુજબ આની માત્રા ત્રણ ટકાથી વધુ ન હોવી જોઈએ. 
 
શોધકર્તાઓનુ કહેવુ છે કે આ પગલુ લોકોની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને દાંતોની સડન પર આવનારા ખર્ચને ધ્યાનમા રાખીને ઉઠાવવામાં આવ્યુ છે.  
 
દાંતોના સડનની સારવાર પર આવનારો ખર્ચ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કુલ ખર્ચના પાંચથી 10 ટકા હોય છે. 
 
તેમનુ કહેવુ છે કે ખાડ દાંતમાં સડનની સમસ્યાનુ મુખ્ય કારણ છે. 
 
ખાંડમાં કપાતના તમામ પ્રયત્નો છતા એવા અનેક પરિણામો સામે આવ્યા કે લોકો હજુ જૂના 10 ટકાના માપદંડના હિસાબ સુધી પણ ખાંડના વપરાશમાં કપાત કરી શક્યા નથી.  

વેબદુનિયા પર વાંચો