શરીરમાં Swelling હોય તો ન ખાશો આ વસ્તુઓ

સોમવાર, 30 ઑક્ટોબર 2017 (17:10 IST)
અનેકવાર કોઈ આંતરિક ઘાવ  થાક કે ગેસ બનવાને કારણે સોજો આવી જાય છે. જો કે આ કોઈ મોટી પ્રોબ્લેમ નથી. પણ આ કારણે તમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ભોજન કરતી વખતે કેટલીક વાતોનુ ધ્યાન રાખીને તમે પેટ અને મોઢાના સોજાને ઓછો કરી શકો છો. આવો જાણીએ સોજાથી છુટકારો મેળવવા માટે તમારે ભોજનમાં શુ ધ્યાન રાખવુ જોઈએ. 
 
1. પાણી પીવુ.. જમ્યા પછી તરત તમે પાણીનુ સેવન ન કરવુ જોઈએ. તેનાથી સોજાની સમસ્યા વધવા સાથે સાથે ડાયજેશન સિસ્ટમ પર પણ ખરાબ અસર પડે છે 
 
2. સારી રીતે ન ચાવવુ - ભોજનને સારી રીતે ન ખાવાથી તે પોતાના પેટમાં જઈને સોજાનું કારણ બને છે. સારી રીતે ચાવીને ખાવાથી સોજો ઓછો થવાની સાથે સાથે ખાવાનુ પણ જલ્દી ડાયજેસ્ટ થઈ જશે. 
 
3. ઔરગેનિક ફૂડ - સોજાની સમસ્યા થતા તમે વધુથી વધુ ઔરગેનિક ફૂડનુ સેવન કરવુ જોઈએ. ઔરગેનિક ફ્રૂટનુ સેવન કરવાથી તમારી હેલ્થ પણ સારી રહે છે. 
 
4. જલ્દી જલ્દી ખાવુ - ઉતાવળમાં ખાવાથી પેટમાં ગેસ બનવાની શરૂ થઈ જાય છે.  જે પછી સોજાનુ કારણ બને છે.  તેથી જમતી વખતે તેને ધીરેથી અને સારી રીતે ચાવીને ખાવ. 
 
5. જમ્યા પછી વોકિંગ - મોટાભાગના લોકો જમ્યા પછી તરત જ સૂઈ જાય છે. જેનાથી પેટમાં સોજો આવી જાય છે.  રોજ જમ્યા પછી 15 મિનિટ ફરવાથી તમારુ જમવાનુ ડાયજેસ્ટ થઈ જાય છે. તેનાથી સોજાની સમસ્યા નહી થાય. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર