પીરિયડ્સ પહેલા પગ કેમ દુખે છે?
પીરિયડ્સ દરમિયાન, એસ્ટ્રોજન (estrogen) અને પ્રોજેસ્ટેરોન (progesterone) નું સ્તર ઓછું થાય છે. જ્યારે પ્રોસ્ટાગ્લાન્ડિન(prostaglandin)નું ઉત્પાદન - પિરિયડસ દરમિયાણ વધી જાય છે. આ હોર્મોનલ ફેરફારો જ હકીકતમાં પગમાં દુખાવોનું કારણ છે. ઉલ્લેખનીય બાબત એ છે કે પગમાં દુખાવો સામાન્ય સ્નાયુ ખેંચાણ અથવા દુખાવાથી અલગ હોય છે. આ સમય દરમિયાન તમને તીવ્ર અને ગરમ દુખાવો થઈ શકે છે જે એક અથવા બંને પગમાં અનુભવાઈ શકે છે. તમારા પીરિયડ્સ શરૂ થાય તે પહેલાં આ દુખાવો વધુ તીવ્ર થઈ શકે છે અને તમારી વય વધવા સાથે દુઃખાવો વધુ ગંભીર થઈ શકે છે