How To Lose Weight Fast: અનહેલ્ધી ડાયેટ, ખરાબ લાઈફસ્ટાઈલ અને આરોગ્યને નજરઅંદાજ કરવાથી ધીરે ધીરે શરીરનુ વજન વધતુ જાય છે. એકવાર વજન વધી જાય તો તેને ઓછુ કરવુ સહેલુ નથી. જાડાપણુ ન ફક્ત તમારા શરીરને ખરાબ કરે છે. પણ તેનાથી અનેક બીમારીઓ પણ જન્મે છે. એક્સપર્ટ્સનુ માનીએ તો જાડાપણાને કારણે ડાયાબિટીસ, હાઈપરટેંશન, હાર્ટની બીમારી, કોરોનરી આર્ટરી ડીસીઝ, ફૈટી લીવર અને હાઈ કોલેસ્ટ્રોલની બીમારી થઈ શકે છે. આવામાં વજનને ઓછુ કરવુ સૌથી વધુ જરૂરી છે. જો એક્સરસાઈઝ પછી પણ વજન ઓછી નથી થઈ રહ્યુ તો થોડા મહિના ડાયેટમાં દલિયાનો સમાવેશ કરી લો.
વજન ઘટાડવા કેવી રીતે બનાવવો દલિયા ?
બાબા રામદેવના કહેવ મુજબ વજન ઓછુ કરવા માટે લાભકારી દલિયા બનાવવા માટે તમારે ઘઉ, બાજરી, મગની દાળ, ચોખા, તલ અને અજમા જેવા સામાનની જરૂર પડશે. આ વસ્તુઓ મિક્સ કરીને તમે સહેલાઈથી દલિયો બનાવી શકો છો. તેને નિયમિત રૂપે ખાવાથી શરીર પર જમા ચરબી ઓછી થાય છે. એટલુ જ નહી આ પુષ્ટાહાર દલિયા ખાવાથી મહિનાભરમાં તમારુ અનેક કિલો વજન ઘટી શકે છે.