લાંબા સમય સુધી કામ કરી તમે વધારે પૈસા તો કમાવી શકો છો ,પણ આ તમારા મગજ પર પ્રતિકૂળ અસર કરે છે. આનાથી તમારા મગજના કામ કરવાની શક્તિ ઓછી થઈ શકે છે અને તમારી યાદ શક્તિ નબળી થઈ શકે છે, આ વાત એક શોધમાં સામે આવી છે. શોધકર્તાઓએ જણાવ્યું કે લાંબા સમય સુધી કામ કરવાથી શરીરની ગતિવિધિમાં અવરોધ આવે છે જે શારીરિક તણાવ ઉત્પન્ન કરે છે. જે તમારા મગજની ગતિવિધિને પ્રભાવિત કરી શકે છે.