ફળાહાર જ નહી એનર્જીનો ફુલ ડોઝ છે સાબુદાણા, જાણો તેના 10 ગુણો વિશે...
શનિવાર, 6 ઑક્ટોબર 2018 (17:36 IST)
sabudana
આવતા અઠવાડિયાથી નવરાત્રિના ઉપવાસ શરૂ થવાના છે. આ દરમિયાન સામાન્ય રીતે સાબુદાણાની ખિચડી, સાબુદાણાની ખીર, સાબુદાનાના વડા અને ન જાણે કેટકેટલી વસ્તુઓ બનાવવામાં આવે છે. સફેદ મોતીઓની જેમ દેખાનારા નાના આકારના સાબુદાણાના ગુણોથી ઘણા લોકો અજાણ છે. જો તમે પણ નથી જાણતા તેના ગુણો વિશે તો જાણો સાબુદાણાના મુખ્ય 10 લાભ
1. ગર્ભના સમયે - સાબુદાણામાં જોવા મળનારુ ફોલિક એસિડ અને વિટામિન બી કોમ્પ્લેક્સ ગર્ભાવસ્થા સમયે ગર્ભમાં ઉછરી રહેલ શિશુના વિકાસમાં સહાયક હોય છે.
2. એનર્જી - સાબુદાણા કાર્બોહાઈડ્રેટનુ એક સારુ સ્ત્રોત છે. જે શરીરમાં તરત અને જરૂરી ઉર્જા આપવામાં ખૂબ સહાયક હોય છે.
3. થાક - સાબુદાણા ખાવાથી થાક ઓછો લાગે છે. આ થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઉર્જાના સ્તરને બનાવી રાખવામાં મદદ કરે છે.
4. બ્લડ પ્રેશર - સાબુદાણામાં જોવા મળનારુ પોટેશિયમ લોહીન સંચારને સુધારીને તેને નિયંત્રિત કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત આ માંસપેશિયો માટે પણ લાભકારી છે.
5. વજન - જે લોકોમાં ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે તેમનુ વજન સહેલાઈથી વધતુ નથી. આવામાં સાબુદાણા એક સારો વિકલ્પ હોય છે જે તેમનુ વજન વધારવામાં સહાયક છે.
6. પેટની સમસ્યા - પેટમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો સાબુદાણા ખૂબ લાભદાયક સિદ્ધ થાય છે અને આ પાચનક્રિયાને ઠીક કરી ગેસ અપચો વગેરે સમસ્યાઓમાં પણ લાભ આપે છે.
7. હાડકા બને મજબૂત - સાબુદાણામાં કેલ્શિય્મ આયરન વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાને મજબૂત બનાવી રાખવા અને જરૂરી લચક માટે ખૂબ લાભકારી છે.
8. ત્વચા - સાબુદાણાનો ફેસમાસ્ક બનાવીને લગાવવાથી ચેહરાની સ્કીન ટાઈટ થાય છે. અને કરચલીઓ ઓછી થાય છે. આ ત્વચામાં ખેંચ કાયમ રાખવા માટે લાભકારી છે.
9. ગરમી પર નિયંત્રણ - એક શોધ મુજબ સાબુદાણા તમને તરોતાજા રાખવામાં મદદ કરે છે અને તેનો ચોખા સાથે પ્રયોગ કરવાથી તે શરીરમાં વધનારી ગરમીને ઓછી કરે છે.
10. ઝાડા થાય તો - જ્યારે પણ કોઈ કારણસર પેટ ખરાબ થાય કે ઝાડા થઈ જાય તો દૂધ નાખ્યા વગર બનેલી સાબુદાણાની ખીર ખૂબ જ અસરકાર સાબિત થાય છે અને તરત જ આરામ મળે છે.