આ પાંચ હેલ્થ પ્રોબ્લેમના કારણે લાગે છે વધારે ઠંડી આ સંકેતથી જાણો

બુધવાર, 8 ડિસેમ્બર 2021 (12:30 IST)
તમે આવા ઘણા લોકો જોયા હશે જેમને ખૂબ જ ઠંડી લાગે છે. થોડી ઠંડી વધે ત્યારે આવા લોકો ગભરાઈ જાય છે. ઘણા કપડા પહેર્યા પછી પણ આ લોકોને ઠંડી લાગતી રહે છે. જો તમને અથવા તમે જાણતા હોવ તો કોઈને પણ આવી જ સમસ્યા છે, તો તમારે તેનું કારણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘણી વખત, જેને આપણે સામાન્ય સમજીને અવગણીએ છીએ, જેનું પરિણામ આગળ જતાં જોવા મળે છે. સામાન્ય રીતે, હવામાનની અસર દરેક વ્યક્તિ પર અલગ-અલગ હોય છે, પરંતુ જ્યારે હવામાનમાં થોડો ફેરફાર થવા પર તમને ખૂબ જ ઠંડી લાગવા લાગે છે, તો આ લક્ષણ કોઈ રોગ અથવા શરીરમાં કોઈ વિટામિનની ઉણપનો સંકેત પણ હોઈ શકે છે.
 
ડાયબિટીઝ 
ડાયબિટીઝના કારણે કિડની જ નહી પણ બ્લ્ડ સર્કુલેશન પર પણ તેનો અસર પડે છે. તેના કારણે શુગરના દર્દીઓને વધારે ઠંડ લાગે છે. સાથે જ શિયાળામાં તેણે વધુ પણ પરેશાનીઓ થવા લાગે છે જેમ ભૂખ-તરસ વધવી, વાર-વાર પેશાબ આવવું, થાક અને નિષ્ક્રિયતા આવે છે. આ બધા લક્ષણો ડાયાબિટીસના સંકેતો હોઈ શકે છે.
 
એનીમિયા 
શરીરમાં આયરન કે લોહીની કમીના કારણે લાલ રક્ત સેલ્સ ઓછા થઈ જાય છે. તેના કારણે કોલ્ડ ઈંટાલરેંસની સમસ્યા થાય છે. આ સમસ્યા સૌથી વધારે મહિલાઓમાં જોવાય છે. કારણ કે પીરિયડ પ્રેગ્નેંસીના કારણે યુવતીઓનો ખૂબ બ્લ્ડ લૉસ થઈ જાય છે જેના કારણે એનીમિયાના રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. 
 
સ્લો મેટૉબૉલિજ્મ 
વધતી ઉમર, અનહેલ્દી ડાઈટ કે બીજા ઘણા કારણથી મેટૉબૉલિજ્મ ધીમો થવાથી શરીર હીટ પેદા કરવાની ક્ષમતા ગુમાવે છે જેના કારણે વધારે ઠંડી લાગે છે. તેના માટે સૌથી જરૂરી છે કે તમારા લાઈફસ્ટાઈલ પર કામ કરાય. હેલ્દી ફૂડસના સિવાય એક્સરસાઈજ પણ ખૂબ જરૂરી છે. 
 
વિટામિન 12ની ઉણપ 
દૂધ, ઈડા, પનીર અને નૉન વેજ ન ખાતા લોકોને વિટામિન બી 12ની ઉણપ થઈ જાય છે. વિટામિન બી 12ની ઉણપ થતા ઠંડી ખૂબ વધારે લાગે છે. તે સિવાય આ વિટામિનની કમીથી થાક  થાક, ઝાડા, ભૂખ ન લાગવી, કબજિયાત અથવા શ્વાસ લેવામાં તકલીફ પણ શરૂ થાય છે.
 
ચેતા નબળા પડવી
જ્ઞાનતંતુઓની નબળાઈને કારણે ઠંડી વધુ લાગે છે. આ સાથે જ ઠંડીને કારણે હાથ-પગ લાલ થવાની કે સોજા આવવાની સમસ્યા પણ રહે છે. આ સિવાય નબળી યાદશક્તિ, થાક, ચક્કર કે આંખોમાં બળતરા પણ શરૂ થાય છે. આવી સ્થિતિમાં, તમારે વિટામિન, મેગ્નેશિયમ, ઓમેગા 3 ફેટી એસિડવાળા ખોરાક વધુ ખાવા જોઈએ.
 
શરીરને અંદરથી ગરમ રાખવા આ વસ્તુઓ ખાઓ
જો તમને ખૂબ જ ઠંડી લાગે છે, તો તમારે આહારમાં ડ્રાયફ્રૂટ્સ, દેશી ઘી, શાકભાજી, કઠોળ, બીટરૂટ, માખણ, તલ, ગોળ જેવી વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઈએ. આનાથી તમારા શરીરને કુદરતી રીતે ગરમ રાખવાની સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર