મોટાભાગની મહિલાઓ જે યુવાવસ્થામાં પહોંચી ગઈ છે એમને યોનિમાંથી થતા સ્ત્રાવનો અનુભવ થાય છે અને આ બિલ્કુલ સામાન્ય છે. યોનિમાંથી આવતી દુર્ગંધનુંં મુખ્ય કારણ યોનિમાંથી થતો સ્ત્રાવ સફેદ કે દૂધિયો તરલ પદાર્થ હોય છે જે યોનિ અને ગર્ભાશયની ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવિત કરાય છે અને એનુંં મુખ્ય કાર્ય બેક્ટીરિયા અને મૃત કોશિકાઓને બહાર કાઢાવાનું છે જેથી યોનિ સ્વસ્થ રહે. વધારે બાબતોમાં યોનિમાંથી થતો સ્ત્રાવ સંપૂર્ણ રીતે સામાન્ય હોય છે. પણ એના ઘટ્ટપણાથી, દુર્ગંધ, રંગ વગેરે દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ચિંતા કરવાનો સમય આવી ગયો છે.
1. ઓવલ્યુશન - યોનિમાંથી થતા સ્ત્રાવનું મુખ્ય કારણ ઓવલ્યુશન છે. જો તમે જુઓ કે સ્ત્રાવ પાતળો, ચિકણો અને સફેદ છે તો એનો અર્થ છે કે તમારું ડિમ્બ ઉત્સર્જિત થઈ રહ્યું છે. આ સમયે તમારા ગર્ભવતી થવાની શકયતા વધારે હોય છે.