શુ તમારુ બીપી વધી ગયુ છે ? તો આ રીતે કરો કંટ્રોલ

બુધવાર, 20 માર્ચ 2019 (16:38 IST)
આજકાલ લોકોના જીવનનો ઢંગ ખૂબ બદલાય ગયો છે. મશીનો પર વધતી નિર્ભરતાએ બેશક આપણી જીંદગીને સહેલી બનાવી દીધી છે પણ તેનાથી આપણને અનેક બીમારીઓ પણ મળી છે. હાઈ બીપી તેમાથી એક છે. આ બીમારી ભલે નાની લાગતી હોય પણ હાર્ટએટેક અને અન્ય હ્રદ રોગ થવાનુ મુખ્ય કારણ છે.  તેથી જરૂરી છે કે તમે તમારા બીપીને કંટ્રોલમાં રાખો. 
 
હાઈ બીપીને કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપાય 
- મીઠુ બીપી વધવાનુ મુખ્ય કારણ છે . તેથી હાઈપીબીવાળાએ મીઠાનો પ્રયોગ ઓછો કરી દેવો જોઈએ 
- લસણ બીપીને ઠીક કરવામાં ખૂબ  કારગર ઘરેલુ ઉપાય છે. આ લોહીનો થક્કો જામવા દેતુ નથી અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે. 
- એક મોટી ચમચી આમળાનો રસ અને એટલુ  મધ મિક્સ કરીને સવાર-સાંજ લેવાથી હાઈ બીપીમાં લાભ થાય છે. 
- જ્યારે બીપી વધી ગયુ હોય તો અડધો ગ્લાસ સાધારણ ગરમ પાણીમાં કાળા મરીનો પાવડર એક ચમચી મિક્સ કરીને 2-2 કલાકના અંતરે પીતા રહો. 
- તરબૂચના બીજની ગિરી અને ખસખસ જુદા જુદા વાટીને બરાબર માત્રામાં મિક્સ કરીને રાખી મુકો. તેનુ રોજ સવારે એક ચમચી સેવન કરો. 
- વધતા બીપીને જલ્દી કંટ્રોલ કરવા માટે અડધો ગ્લાસ પાણીમાં લીંબૂ નીચોવીને 2-2 કલાકના અંતરથી પીતા રહો. 
- પાંચ તુલસીના પાન અને બે લીમડાના પાનને વાટીને 20 ગ્રામ પાણીમાં મિક્સ કરીને ખાલી પેટ સવારે પીવો. 15 દિવસમાં લાભ જોવા મળશે. 
-  હાઈ બીપીના દર્દીઓ માટે પપૈયુ પણ ખૂબ લાભ કરે છે. તેને રોજ ખાલી પેટ ચાવી ચાવીને ખાવ 
- ઉઘાડા પગે લીલી ઘાસ પર 10-15 મિનિટ ચાલો રોજ ચાલવાથી બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય છે. 
- વરિયાળી, જીરુ, ખાંડ ત્રણેયને બરાબર માત્રામાં લઈને પાવડર બનાવી લો. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મિશ્રણ નાખીને સવાર સાંજ પીતા રહો. 
- ઘઉ અને ચણાના લોટને બરાબર પ્રમાણમાં લઈને બનાવેલ રોટલી ખૂબ ચાવી ચાવીને ખાવ. લોટમાંથી ચોકર કાઢશો નહી. 
- બ્રાઉન રાઈસનો ઉપયોગ કરો. આ હાઈ બીપીના રોગીઓ માટે ખૂબ  લાભદાયક ભોજન છે. 
- લસણ અને ડુંગળીની જેમ આદુ પણ ખૂબ લાભકારી છે. તેનાથી ધમનીઓની આસપાસની માંસપેશીઓને પણ આરામ મળે છે જેનાથી હાઈબીપી નીચે આવી  આય છે. 
- ત્રણ ગ્રામ મેથીદાણા પાવડર સવાર સાન પાણી સાથે લો. આ પંદર દિવસ સુધી લેવાથી લાભ ખબર પડશે. 
 
યાદ રખો કે હાઈબીપીની આપણા આરોગ્ય માટે ખૂબ  જ ખતરનાક છે . પણ જો બીપી સામાન્ય કરતા હોય તો એ પણ આરોગ્ય માટે સારુ નથી. તેથી કોઈપણ ઉપાયને અજમાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર