Cannabis-ભાંગના સેવનથી પહેલા જાણો લો, જરૂરી 14 વાત

મંગળવાર, 19 માર્ચ 2019 (08:48 IST)
ભાંગના સેવનથી થતાં નુકસાન
 
શિવરાત્રિ આવે એટલે મોટાભાગના લોકોને સૌથી પહેલા 'ભાંગ' યાદ આવે. કેટલાંક લોકો શિવજીના પ્રસાદ રૂપે ભાંગનું સેવન કરે છે તો કેટલાક લોકો મોજ-મસ્તી કરવા માટે. નશો કરવા માટે ભારતમાં વર્ષોથી ભાંગનું સેવન થતું આવ્યું છે પણ શિવરાત્રિ અને હોળીના સમયે તો તેનું મહત્વ વધી જાય છે અને ભાંગ બની જાય છે લોકોની પહેલી પસંદ. લોકો તેનો ઉપયોગ ઠંડાઈ અને મીઠાઈમાં કરે છે. પણ ભાંગના સેવનથી આડ અસરો થાય છે અને તેની અસર મગજ પર પડે છે. ભાંગનું સેવન કરનાર વ્યક્તિમાં યુફોરિયા, એન્ક્ઝાઇટી, યાદશક્તિ અસંતુલિત થવી, સાઇકોમોટર પરફોર્મન્સ જેવી સમસ્યાઓ સર્જાઇ જાય છે.
ભાંગના સેવનથી થતાં નુકસાન
 
- જ્યારે ભાંગના પાંદડાને ચિલમમાં નાંખીને તેનું ધૂમ્રપાન કરવામાં આવે છે ત્યારે તેની રાસાયણિક યૌગિક તીવ્રતા લોહીમાં પ્રવેશે છે અને સીધી મગજ અને શરીરના અન્ય ભાગોમાં પહોંચી જાય છે.
 
- તેમાંથી મોટાભાગના રિસેપ્ટર્સ મગજના એ ભાગમાં જોવા મળે છે જે ખુશી, સ્મૃતિ, વિચાર, સંવેદના અને સમયની ધારણાને પ્રભાવિત કરે છે. 
 
- ભાંગના રસાયણ યૌગિક આંખ, કાન, ત્વચા અને પેટને પ્રભાવિત કરે છે.
 
- ભાંગનું સેવન કરનારી 10માંથી 1 વ્યક્તિને ખરાબ અનુભવનો સામનો કરવો પડી શકે છે જેમાં ભ્રમ, ચિંતા, ભય સામેલ છે.
 
- આ ભાવનાઓ સામાન્યરૂપે અસ્થાયી હોય છે કારણ કે ભાંગ શરીરમાં અઠવાડિયા સુધી રહી શકે છે માટે તેનો પ્રભાવ વધારે સમય સુધી રહી શકે છે જેનો અહેસાસ ભાંગનું સેવન કરનારી વ્યક્તિને નથી હોતો.
 
- વિદ્યાર્થીઓ દ્વારા જો ભાંગનું સેવન કરવામાં આવે તો અભ્યાસ દરમિયાન તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે.
 
- કામ દરમિયાન ભાંગનું સેવન કરવાથી દિવસમાં સપના દેખાવાની સંભાવના વધી જાય છે જેની કામ પર અસર પડે છે.
 
- ભાંગનું નિયમિત સેવન કરવાથી સાઇકોટિક એપિસોડ કે સક્રીઝોફેનિયા થવાનું જોખમ બેગણું થઇ શકે છે.
 
- જો કોઇ વ્યક્તિ 15 વર્ષથી ભાંગનું સેવન કરી રહી છે તો 26 વર્ષની ઉંમર સુધીમાં તેનામાં માનસિક વિકાર થવાની સંભાવના 4ગણી વધી જાય છે.
 
- ભાંગનો ઉપયોગ કરવાથી ભૂખમાં ઘટાડો, ઊંઘ આવવામાં મુશ્કેલી, વજન ઘટવું, આક્રમકતા, બેચેની, ચિડીયાપણું અને ક્રોધ વધવા જેવા લક્ષણો શરૂ થઇ જાય છે.
 
- ભાંગના સેવનની આદી વ્યક્તિ ધીમે-ધીમે અન્ય તમામ ચીજોમાં રસ દાખવવાનું બંધ કરી દે છે અને પોતાની અન્ય જરૂરિયાતોને પૂર્ણ નથી કરી શકતી.
 
- ભાંગમાં મુખ્યત્વે મનોવૈજ્ઞાનિક ઘટક ટીએચસીની માત્રા 1-15 ટકા હોઇ શકે છે જે ગહન શાલીનતા અને સ્ફૂર્તિની સાથે ભ્રમજાળ ઉત્પન્ન કરે છે.
 
- ભાંગના સેવનથી ગભરામણ, ચિંતા, ઉલ્ટી, વધારે પડતી ચિંતા અને વધુ ખાવાની ઇચ્છા પણ થઇ શકે છે. 
 
- ગર્ભવતી મહિલાઓ દ્વારા ભાંગનુંસેવન કરવાથી તેની અસર ભ્રૂણ પર પડે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર