મોઢામાં ચાંદા(અલ્સર)પડ્યા છે, તો આરામ આપશે આ 4 ઘરેલુ ઉપાય

સોમવાર, 11 મે 2020 (15:16 IST)
ઉનાળામાં લોકોને મોઢામાં વારેઘઢીએ અલ્સર થઈ જાય છે. જો તેમની યોગ્ય સમયસર સારવાર ન કરવામાં આવે તો તેનાથી ઘણો દુ:ખાવો થાય છે. મોઢામાં   ફોલ્લો થવાથી તેની પીડા આપણને ઢંગથી ખાવા દેતી નથી. જો લોકોને જલ્દી રાહત ન મળે તો કંઈક પીવામાં પણ તકલીફ થાય છે. જો મોઢામાં છાલ આવે તો ગરમ અને મસાલેદાર વસ્તુઓ ખાવાનું ટાળો.
 
જો બાળકોના મોઢામાં છાલા પડી જાય તો  સમસ્યા વધી જાય  છે કારણ કે ઉર્જા  માટે બાળકોએ ટાઈમ-ટાઈમ પર  કંઈક ખાવા આપવુ જોઈએ. આવી સ્થિતિમાં, જ્યારે તેઓ અસ્લરને લીધે ખાવામાં અસમર્થ થઈ જાય છે, તો મુશ્કેલ છે વધી જાય છે.  ચાલો અમે તમને કેટલાક ઘરેલું ઉપાય બતાવીશુ જેનાથી મોંના ચાંદામાં રાહત મળશે.
લસણ
લસણની બે થી ત્રણ કળીઓ લો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ફોલ્લા પર લગાવો. થોડા સમય પછી ઠંડા પાણીથી કોગળા કરી લો.  ચાંદા જલ્દી મટી જશે. 
 
બરફ
છાલા પર ઠંડી વસ્તુઓથી રાહત મળે છે. બરફનો ટુકડો લો અને તેને ફોલ્લા પર ઘસો. આરામ મળશે.
 
દેશી ઘી
અલ્સર મટાડવા માટે, રાત્રે સૂતા પહેલા છાલા પર દેશી ઘી લગાવો. સવાર સુધીમાં અલ્સરમાં રાહત મળશે.
 
મધ
મોં અને જીભના અલ્સરને દૂર કરવામાં મધ પણ ખૂબ મદદગાર છે. ફોલ્લા પર
દિવસમાં 3-4 વખત મધ લગાવો. આ ફોલ્લાઓને મટાડવામાં મદદ કરશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર