કમરના દુખાવાની ફરિયાદ આજકાલ મોટાભાગે બધાને રહેતી હોવાનુ સાંભળવા મળે છે. અનેકવાર આ સમસ્યા એટલી વધી જાય છે કે આ ગંભીર રૂપ ઘારણ કરી શકે છે. આ દુખાવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેવુ કે અનેક સ્ત્રીઓને ડિલીવરી પછી આ ફરિયાદ મોટાભાગે જોવા મળે છે. કેટલાક લોકો જે ઓફિસમાં જોબ કરે છે તેમને ત્યા સતત બેસીને કામ કરવુ પણ એક મોટુ કારણ હોય છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છે જેનાથી તમારી આ સમસ્યા દૂર થઈ શકે છે.