શું તમારી ગર્ભાવસ્થા ઉચ્ચ જોખમ (હાઈ-રિસ્ક) ધરાવનારી છે?

ડૉ હૃષીકેશ પાઈ

શુક્રવાર, 17 જૂન 2022 (14:02 IST)

ઉચ્ચ જોખમ ધરાવતી (હાઈ-રિસ્ક) પ્રૅગનન્સીને વધારાની સારસંભાળ અને સાવચેતીની સાથે સ્વસ્થ તથા સફળ ગર્ભાવસ્થા તથા બાળજન્મ માટે ધ્યાન રાખવાની જરૂર રહે છે. સદનસીબે, હાઈ-રિસ્ક પ્રૅગનન્સી ધરાવતી અનેક મહિલાઓ જન્મ પૂર્વેની (પ્રીનેટલ) વહેલી તથા નિયમિત સારસંભાળ સાથે સ્વસ્થ શિશુઓ અને સુરક્ષિત પરિણામો મેળવી શકે છે.

સામાન્ય ગર્ભાવસ્થા સાથે શરૂઆત કરનારી કેટલીક મહિલાઓમાં આગળ જતાં કેટલીક સમસ્યાઓ વિકસી શકે છે, જે તેમને હાઈ-રિસ્ક શ્રેણીમાં મૂકી દે છે. આ પ્રમાણ કુલ ગર્ભાવસ્થાઓમાંથી આશરે છથી આઠ ટકા જેટલું હોય છે.
ઘણીવાર, મહિલાઓને એ વાતની ખાતરી હોતી નથી કે તેઓ હાઈ-રિસ્ક શ્રેણીમાં આવે છે કે નહીં?
તમે જો આમાંથી એક હો તો, કૃપા કરી વાંચવાનું ચાલુ રાખો, જેથી તમે જાણી શકો કે હાઈ-રિસ્ક ગર્ભાવસ્થા હોવાના જોખમો કયા કયા હોય છે.
હાઈ-રિસ્ક ગર્ભાવસ્થાને ડૉક્ટરો કઈ રીતે મેનેજ કરે છે?
ધારો કે તમારી ગર્ભાવસ્થા હાઈ-રિસ્ક હોવાનું નિદાન કરવામાં આવ્યું હોય, તો તમારે તમારા ગાયનેકૉલ઼જિસ્ટની નિયમિત મુલાકાત લેવી પડશે. જેઓ તમારા તથા તમારા ગર્ભના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે કેટલીક તપાસ નિયમિતપણે કરાવવાનું કહી શકે છે.
આ તપાસોમાં સમાવેશ થાય છેઃ
હાઈ-રિસ્ક ગર્ભાવસ્થા દરમિયાન તમારે શું કરવું જોઈએ
નીચે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે, જે તમારી તથા તમારા શિશુના સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં મદદરૂપ થવાની ખાતરી આપે છેઃ
હાઈ-રિસ્ક ગર્ભાવસ્થા તાણયુક્ત હોઈ શકે છે, આથી બેચેનીને કારણે તમારી ભોજન લેવાની, ઊંઘવાની ક્ષમતા પર કોઈપણ પ્રકારે અસર પડતી હોય તો ડૉક્ટરને એ વિશે માહિતી આપો.
ગુપ્તભાગમાંથી સ્રાવ થવો, યોનિમાં સંકોચન કે તેના સ્નાયુમાં ખેંચાણ, અથવા તમારા શિશુના હલનચલનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જણાય તો આ બધા લક્ષણો ડૉક્ટરની સલાહ લેવા માટેના છે એ ધ્યાનમાં રાખવું.
હાઈ-રિસ્ક ગર્ભાવસ્થા દરમિયાન નજીકથી દેખરેખ રાખવી અત્યંત આવશ્યક છે, આથી તમારી ડૉક્ટરની ઍપોઈન્ટમેન્ટ્સ વધુ હોય તો આશ્ચર્ય પામવું નહીં. સ્વસ્થ ગર્ભાવસ્થાની ખાતરી રાખવા માટે આ બધું મહત્વની બાબતો છે.
હાઈ-રિસ્ક ગર્ભાવસ્થાનો સામનો
તમારી ગર્ભાવસ્થા હાઈ-રિસ્ક છે એની જાણ થવી એ હતાશ કે નિરાશ કરી દેનારી બાબત હોઈ શકે છે. બેચેની, ઉદાસિનતા અને ગુસ્સો આવવો આ કેટલીક સામાન્ય લાગણીઓ છે, પણ સતત ચિંતા કે ઉચાટ થવો એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બાબત છે.
આવી પરિસ્થિતિઓમાં, નિરાંતવા કે હળવા અને તાણ-મુક્ત રહેવું સૌથી મહત્વની બાબત છે. હાઈ-રિસ્ક ગર્ભાવસ્થાની સમસ્યા તાણથી ઉકેલાતી નથી. વાસ્તવમાં, તાણ આ સમસ્યાને ઓર વકરાવે છે અને ગર્ભાવસ્થાને વધુ મુશ્કેલ બનાવે છે,
તમારા જીવનસાથી, પરિવારના સભ્યો તથા મિત્રોની મદદ મહામૂલી સાબિત થઈ શકે છે. તમારી બેચેની કે વ્યગ્રતા વિશે તમે કોઈની સાથે વાત કરવા માગતા હો, તો તમે તમારા ડૉક્ટર સાથે વાત કરી શકો છો, તેઓ તમારી લાગણીઓમાંથી માર્ગ કાઢવામાં તમારી મદદ કરી શકે છે. જેથી તમે સાજા અને સારા રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને બધું જ નિયંત્રણ હેઠળ હોવાનું લાગવાથી તમે ગર્ભાવસ્થાનો આનંદ માણી શકશો.
યાદ રહે, તેમ ગર્ભવતી છો એનો અર્થ એ નથી થતો કે તમે ઉચ્ચ જોખમ હેઠળ આવો છો અને હાઈ-રિસ્કનો અર્થ તમારી સાથે કંઈક ખરાબ થશે એવો પણ જરાય થતો નથી. તેનો અર્થ માત્ર એટલો જ થાય છે કે, તમને અને તમારા શિશુને થોડા વધુ ધ્યાન અને દેખરેખની જરૂર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર