High Blood Sugar Symptoms - સવારે ઉઠતા જ તમારામાં દેખાય આ લક્ષણ તો જરૂર ચેક કરાવી લો ડાયાબીટીસ

શુક્રવાર, 30 ઑગસ્ટ 2024 (09:21 IST)
ડાયાબિટીસને સાયલન્ટ કિલર કહેવાય છે. જ્યારે શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ વધે છે અને ઇન્સ્યુલિનની ઉણપ થાય છે ત્યારે ડાયાબિટીસ જેવી બીમારી થાય છે. ડાયાબિટીસ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે કારણ કે તે ધીમે ધીમે આપણા શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે. પહેલા ડાયાબિટીસ જેવી બીમારીઓ વધતી ઉંમર સાથે જ થતી હતી, પરંતુ હવે બાળકો પણ રમતા રમતા તેનો શિકાર બની રહ્યા છે. બાળકો અને યુવાનો ટાઈપ 1 ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. જ્યારે 40 વર્ષની ઉંમર પછી લોકો ડાયાબિટીસ ટાઈપ 2 નો શિકાર બને છે. ઘણી વખત લોકો લાંબા સમય સુધી ડાયાબિટીસના લક્ષણોને ગણકારતા નથી. પરંતુ આ ખતરનાક બની શકે છે. તો આવો જાણીએ સવારે ઉઠ્યા પછી જ્યારે શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે ડાયાબિટીસમાં કયા લક્ષણો અનુભવાય છે?
 
જ્યારે ડાયાબિટીસમાં બ્લડ સુગર વધે છે ત્યારે દેખાય છે આ લક્ષણો 
સુકું મોઢું  અને તરસ - જો સવારે તમારું મોં સુકું રહે છે અને તમને ખૂબ જ તરસ લાગે છે, તો તે બ્લડ સુગરમાં વધારો થવાનો સંકેત હોઈ શકે છે. ડાયાબિટીસના દર્દીને સવારમાં ગળું સુકાવા લાગે છે કારણ કે શુગર લેવલ વધી ગયું છે.
 
ઝાંખું દેખાવવું  - ઘણી વખત સવારમાં દ્રષ્ટિ ઝાંખી દેખાય છે. જો તમને પણ આવું લાગે છે તો તે હાઈ બ્લડ શુગરને કારણે પણ હોઈ શકે છે. ડોક્ટરોના મતે ડાયાબિટીસ આંખોને અસર કરે છે અને લેન્સ મોટા થવાને કારણે તે ઝાંખું દેખાય છે, 
 
થાક લાગવો - આખી રાત ઊંઘ્યા પછી પણ, જો તમે સવારે ઉઠ્યા પછી થાક અને નબળાઈ અનુભવો છો, તો એકવાર તમારી બ્લડ સુગર ચોક્કસપણે તપાસો. શરીરમાં શુગર લેવલ વધવાથી થાક અને તણાવ વધે છે. જેને લોકો ઘણીવાર ગંભીરતાથી લેતા નથી.
 
હાથ ધ્રુજવા - ઘણી વખત લોકોના હાથ ધ્રૂજવા માંડે છે. જ્યારે શુગર લેવલ 4 એમએમઓએલથી નીચે આવે છે, ત્યારે ભૂખ લાગવી, હાથમાં ધ્રુજારી થવી, વધુ પડતો પરસેવો થવો જેવા અનેક લક્ષણો દેખાય છે. જો તમને પણ આમાંના કોઈપણ લક્ષણો લાગે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો અને તમારું શુગર લેવલ ચેક કરો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર