આજકાલ પરેશાની દરેકના જીવનનો ભાગ બનતો જઈ રહી છે. કેટલાક લોકો તો નાનકડી વાતને લઈને પણ ચિંતામાં ડૂબ્યા રહે છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડે છે. જેનાથી ગભરાટ અને અનેકવાર તો દિલની ધડકન વધવા માંડે છે. આમ તો દિલની ધડકન વધવો એ કોઈ રોગ નથી પણ તેનાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. તમને પણ આ પ્રકારની કોઈ પરેશાની છે તો સૌ પહેલા ખુશ રહેવુ શરૂ કરી દો. વાતની ચિંતાને છોડીને જીવનમાં આગળ વધો અને પરેશાનીઓનો સામનો કરો. ગભરાટના કારણે ઝડપી થનારી દિલની ધડકનને દૂર કરવા માટે તમે ઘરેલુ રીત પણ અપનાવી શકો છો.