સ્મોકિંગની ટેવને દૂર કરે છે રીંગણા, જાણો 7 ફાયદા

રવિવાર, 2 ડિસેમ્બર 2018 (10:08 IST)
રીંગણાનું ભડથું કે ઓળો કોણે  પસંદ ના હોય. રીંગણા એક એવુ  શાક છે જેને લોકો શોખથી  ખાય છે.  ભરપૂર આયરનવાળા રીંગણાને ડાકટર પણ ખાવાની સલાહ આપે છે. જુદી જુદી રીતે એનો અનેક  ડિશીશમાં ઉપયોગ કરાય છે. રીંગણા આયરની અછત પૂરી કરવા ઉપરાંત તમને બીજા ઘણા લાભ પહોચાડે છે. 
આયરન વધારે - આપણા  શરીર માટે આયરન ખૂબ જરૂરી છે. આયરનની કમીના કારણે બૉડીમાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ જાય છે.  રીંગણામાં ઘણી માત્રામાં આયરન હોય છે. આથી રીંગણા આરોગ્ય માટે સારા  હોય છે. 
 
દિલનું  રાખે ધ્યાન - રીંગણા વધતા  કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે અને સાથે જ બ્લડ પ્રેશર લેવલને પણ સ્થિર રાખે છે. આથી દિલ સંબંધી રોગોનો ખતરો ઓછો થઈ જાય છે. રીંગણામાં પોટેશિયમ પણ મળે છે. જે બૉડીને હાઈટ્રેટ બનાવી રાખે છે. 
 
સ્મોકિંગ- જો તમે સ્મોકિંગની ટેવથી પરેશાન છો અને લાખ કોશિશ કરવા છતા તમારી આ ખરાબ ટેવથી છુટકારો નથી મેળવી શકતા તો રીંગણા તમારી મદદ કરી શકે છે. રીંગણામાં થોડી માત્રામાં નિકોટીન હોય છે, જે સ્મોકિંગની આદત છોડાવવામાં સહાયતા કરે છે. 
 
સ્કિન કેંસર- રીંગણામાં એક વિશેષ પ્રકારનું  એંટીઓક્સીડેંટ પણ હોય છે. જે સ્કિન કેંસરના જોખમ સામે રક્ષા  કરે છે.  સાથે જ આ સ્કિનને હાઈટ્રેટ રાખે છે.  જેથી તમારી સ્કિન ગ્લોઈંગ અને ક્લીન બને છે. 
 
વજન ઓછું કરે- રીંગણા લો કેલોરીનો સ્ત્રોત છે,  સાથે જ એમાં પાણી ભરપૂર માત્રા પણ હોય છે. આથી જાડાપણાથી પરેશાન લોકો માટે રીંગણા એક સારુ ડાયેટ હોઈ શકે છે. તેના શાકના રૂપ ઉપરાંત પ્રાકૃતિક રૂપે ખવાય  તો વધારે લાભ થાય છે. 
 
ડાયાબિટીઝ- ડાયાબિટીઝની સમસ્યા તમારા ખાવા પીવા પર કંટ્રોલ કરી દે છે.  પણ રીંગણા ડાયાબિટીઝ માટે ઉપયુક્ત છે. એમાં પ્રચુર માત્રામાં ફાઈબર હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયમિત કરવામાં મદદ કરે છે અને સાથે જ ગ્લૂકોઝના અવશોષણને પણ કંટ્રોલ કરે છે.  આથી રીંગણા ટાઈપ 2 ડાયબિટીઝના દર્દીઓ માટે એક સારું  સ્ત્રોત છે. 
 
વાળનું  ખરવું - જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે તો રીંગણાનું  સેવન કરો. આનાથી વાળના મૂળને ભીનાશ   મળે છે અને વાળ સૂકા થઈને ખરતા નથી.    

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર